હેલ્ધી હો તો પણ વર્ષમાં એક વાર આ ટેસ્ટ જરૂર કરાવજો, રહો એલર્ટ
- હવે બધા ડોકટરો ભલામણ કરે છે કે હેલ્ધી હો તો પણ દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર સ્ક્રીનિંગ અથવા પ્રિકોશનરી હેલ્થ ચેકઅપ જરૂર કરાવવું જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ લાઈફસ્ટાઈલને લગતી બીમારીઓ હવે દરેક વ્યક્તિને ડરાવી રહી છે. આવી સ્થિતિમાં, અગાઉથી સાવચેત રહેવું એ જ સમજદારી છે. ભારતમાં મોટાભાગના લોકો માને છે કે બીમાર હોઈએ ત્યારે જ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. જો કે, હવે બધા ડોકટરો ભલામણ કરે છે કે હેલ્ધી હો તો પણ દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર સ્ક્રીનિંગ અથવા પ્રિકોશનરી હેલ્થ ચેકઅપ જરૂર કરાવવું જોઈએ. આમ કરવાથી, તમે ઘણી ગંભીર બીમારીના ચિહ્નોને ઓળખી શકો છો અને સમયસર તેનો ઈલાજ કરાવી શકો છો. હેલ્થ એક્સપર્ટ્સ એવા કેટલાક ટેસ્ટ સજેસ્ટ કરે છે જે તમારે એવી સ્થિતિમાં પણ કરાવવા જોઈએ જ્યારે રોગના કોઈ લક્ષણો ન દેખાતા હોય.
સલામતી માટે જરૂરી છે આ ટેસ્ટ
તમે હેલ્થ ટેસ્ટ કરાવવાથી એટલે ભાગો છો કેમકે તમે વિચારો છો કે ખોટા પૈસા બરબાદ થશે કે પછી કંઈક જાણ થશે તો ખોટું ટેન્શન થશે, તો તમારે તમારા આ વિચારો બદલવાની જરૂર છે. ઘણી વખત રોગોના લક્ષણો એવા સ્ટેજ પર દેખાય છે જ્યારે આપણા હાથમાં કંઈ જ હોતું નથી. જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારના વડીલો અને દરેક વ્યક્તિ સ્વસ્થ અને લાંબુ જીવન જીવે, તો તમે વર્ષમાં એકવાર આ ટેસ્ટ કરાવવાનો નિયમ બનાવી શકો છો.
- ક્લિનિકલ પરીક્ષણો: હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, વજન, બોડી માસ ઇન્ડેક્સ, waist circumference, કમર-હિપ રેશિયો
- હિમોગ્લોબિન
- ફાસ્ટિંગ બ્લડ સુગર
- ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન
- લિપિડ પ્રોફાઇલ
- હોમોસિસ્ટીન
- વિટામિન B12
- વિટામિન ડી
- ક્રિએટિનિન
- લિવર ફંકશન ટેસ્ટ
- યુરિક એસિડ
- ટીએસએચ
- ઈસીજી
- ઇકોકાર્ડિયોગ્રામ
- હાઈ સેન્સિટિવિટી CRP
- ફાસ્ટિંગ સીરમ ઇન્સ્યુલિન
- એપોલાઈપોપ્રોટીન એ1
- એપોલાઈપોપ્રોટીન બી
- ટ્રેડ મિલ ટેસ્ટ
- સીટી કોરોનરી એન્જીયોગ્રામ + કેલ્શિયમ સ્કેન (જેને હૃદય રોગનું જોખમ હોય તેઓએ 10 વર્ષમાં એકવાર કરાવી લેવું જોઈએ)
- આ ઉપરાંત ચેસ્ટ એક્સ-રે, એબ્ડોમન અલ્ટ્રાસાઉન્ડ, પુરુષો માટે PSA, મહિલાઓ માટે મેમોગ્રાફી અને પેપ સ્મીયર ટેસ્ટ ઉપયોગી છે.
આ પણ વાંચોઃ તમારું બાળક પણ ફોન જોતા જોતા જમે છે? સુધારી લો આ આદત, નહીં તો પસ્તાશો