ડીસાના રાણપુર વચલા વાસ મર્ડર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
પાલનપુર: ડીસાના રાણપુર વચલા વાસ ગામે બે દિવસ અગાઉ એક યુવકની ગુપ્તિ ના ઘા મારી હત્યા કરવાના કેસમાં બે પુત્ર સહિત ત્રણ લોકોની અટકાયત બાદ ફરાર હત્યારા પિતાની પણ અટકાયત કરાઈ છે. હત્યા કરી નાસી સુટેલા આરોપી નાનુજી ઠાકોરને પોલીસે રાત્રે વાસણા ગામેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ડીસાના રાણપુર વચલા વાસ ગામે રહેતા પોપટજી ઠાકોરની બે દિવસ અગાઉ ગામના જ રણજીતજી ઠાકોર, રાહુલજી ઠાકોર, નાનુજી ઠાકોર અને મફાજી ઠાકોરે કરપીણ હત્યા કરી હતી. મૃતક પોપટજી ઠાકોરને રણજીત ઠાકોરની પત્ની વિશે જેમતેમ બોલતો હોવાનો વહેમ રાખી ગુપ્તિ ના ઘા મારી હત્યા કરાવી હતી. જેમાં પોલીસે હત્યા કરનાર બે ભાઈઓ રણજીત અને રાહુલ ઠાકોર તેમજ હત્યા માટે ઉશ્કેરણી કરનાર મફા ઠાકોરને ઝડપી લીધા હતા અને ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરતાં ત્રણેય આરોપીઓને સબજેલ મોકલ્યા હતા. જ્યારે ફરાર રણજીતના પિતા નાનુજી ઠાકોર નાસી જતા ડીસા તાલુકા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી. અને મોડી રાત્રે ડીસાના વાસણા ગામેથી નાનુજી ઠાકોરને પણ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.