અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં કારના ટાયરમાં સંતાડેલું એક કરોડનું MD ડ્રગ્સ ઝડપાયુ,બે આરોપીઓની ધરપકડ

Text To Speech

અમદાવાદ, 12 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં નશીલા પદાર્થોની બેખૌફ રીતે હેરાફેરી વધી રહી છે. તાજેતરમાં જ અમદાવાદમાં વટવા GIDCમાંથી 200 કિલો ગાંજો ઝડપાયો હતો. ત્યાં શહેરના સરખેજ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. માફિયાઓએ કારના ટાયરમાં ડ્રગ્સ સંતાડ્યું હતું. પોલીસે ટાયર અને ટ્યૂબ ખોલી જોતાં તેમાંથી બે પેકેટ પકડાયા હતાં. જેમાં એક કરોડની કિંમતનું એક કિલો MD ડ્રગ્સ હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ મોટા ઓપરેશનમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

બાતમીના આધારે રેડ કરીને આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે મોડીરાતથી સવાર સુધી સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. ત્યારે બે શંકમદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ લોકો પાસે અંદાજે એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

બે આરોપીઓ પાસેથી અંદાજે એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓ પાસેથી અંદાજે એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કરોડ જેટલી કિંમત થાય છે. સામાન્ય રીતે આ એમડી ડ્રગ્સ અલગ અલગ રૂટથી અમદાવાદ આવતું હોય છે. જેની પાછળ પણ અનેક કડીઓ જોડાયેલી હોય છે. હવે આના રૂટ અને કોણે ડિલિવરી મગાવી હતી તે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચોઃઅમદાવાદ 16-17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે, 12 હજાર પોલીસકર્મી ખડેપગે રહેશે

Back to top button