ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમનોરંજન

2000 કરોડના કૌભાંડ મામલે આસામની પ્રખ્યાત અભિનેત્રીની પતિ સાથે ધરપકડ

Text To Speech

ગુવાહાટી, 12 સપ્ટેમ્બર: આસામ STFએ આજે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરી છે. STFએ આસામી અભિનેત્રી, કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સુમી બોરા અને તેના પતિની શેર ટ્રેડિંગ કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. STFએ બંનેની ડિબ્રુગઢથી અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ કૌભાંડ 2000 કરોડ રૂપિયાનું છે.

 

ડિબ્રુગઢમાંથી કરવામાં આવી અટકાયત

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી કે, આસામ STFએ ઓનલાઈન શેર ટ્રેડિંગ કૌભાંડમાં વોન્ટેડ આસામી અભિનેત્રી સુમી બોરા અને તેના પતિ તાર્કિક બોરાની ધરપકડ કરી છે.  STFએ બંનેને ડિબ્રુગઢથી ઝડપી લીધા છે.

લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી

આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી 22 વર્ષીય વિશાલ ફુકનની ધરપકડ બાદ સુમી બોરા, તેના પતિ અને અન્ય ચારને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે તે પોલીસ સમક્ષ હાજર થયાં નહીં. આ પછી આ તમામ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. તાજેતરમાં, અભિનેત્રી સુમી બોરાએ કેટલીક સ્થાનિક ટીવી ચેનલોને એક વીડિયો મેસેજ મોકલીને દાવો કર્યો હતો કે, તે આત્મસમર્પણ કરશે અને પોલીસને સંપૂર્ણ સહકાર આપશે.

રોકાણકારો સાથે કરી છેતરપિંડી  

મળતી માહિતી મુજબ, કંપનીના માલિક ફુકને રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી. ફૂકનની તેના મેનેજર સાથે ગયા અઠવાડિયે ડિબ્રુગઢથી ધરપકડ કરવામાં આવી હતી. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે (CID) આ સમગ્ર કેસની તપાસ સંભાળી અને એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી.

 

પોલીસે શું કહ્યું?

આસામના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)એ બંને પતિ-પત્નીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું છે કે, “તેમની રમત પૂરી થઈ ગઈ છે. ટીમ STFને અભિનંદન.” આ તસવીરમાં બંનેએ મોઢા પર માસ્ક પહેરેલા હતા. જોકે ડીજીપીએ બંનેના નામનો ઉલ્લેખ કર્યો નથી.

આ પણ જૂઓ: મહિલાએ 10 પુરુષો સાથે લગ્ન કર્યા અને બધા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો; હાઇકોર્ટ ભડકી

Back to top button