ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં રહેશે સંજય રાઉત, પુરાવા સાથે કરી છેડછાડ

Text To Speech

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સંજય રાઉતને મુંબઈની પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યો હતા. શિવસેના સાંસદ સંજય રાઉત પર પાત્રા ચાલ કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાનો આરોપ છે. EDએ કોર્ટ પાસે સંજય રાઉતના 8 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સંજય રાઉતના રિમાન્ડ અંગે કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. બન્ને પક્ષની દલિલ બાદ કોર્ટે આગામી 4 ઓગસ્ટ સુધી સંજય રાઉતની કસ્ટડી ઈડીને સોપી છે.

PMLA કોર્ટમાં EDની દલીલ

EDએ કોર્ટ પાસે સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી. તપાસ એજન્સીએ સંજય રાઉત ઉપર પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. EDએ કોર્ટમાં કહ્યું કે, સંજય રાઉતના પરિવારને 1 કરોડ 6 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે. EDએ કહ્યું કે, સંજય રાઉતને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જાણી જોઈને હાજર થયા ન હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે, ફ્લેટ માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હેમંત પાટીલે બે અલગ-અલગ નિવેદનો આપ્યા હતા. EDએ કહ્યું કે, સંજય રાઉત અને તેમના પરિવારને સીધો ફાયદો થયો છે. રાઉત પરિવારે મની લોન્ડરિંગ કર્યું છે.

સંજય રાઉતના વકીલની દલીલ

સંજય રાઉત તપાસમાં સહકાર ન આપવા પર, તેમના વકીલે કહ્યું, ‘હું જે નથી જાણતો તેનો જવાબ આપી શકતો નથી’. તે ગુનો ના હોઈ શકે. જો કોર્ટને લાગે કે કસ્ટડીની જરૂર છે તો ઓછામાં ઓછી કસ્ટડી આપી શકાય. ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ EOW એ 2020 માં પત્રા ચાલ કેસની તપાસ શરૂ કરી હતી. પરંતુ ગયા વર્ષે પ્રવીણ રાઉત વિરુદ્ધ ECIR નોંધવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) આ કેસની તપાસ કરી રહી હતી, પરંતુ EDએ આ વર્ષે જાન્યુઆરીમાં કેસ નોંધતી વખતે પ્રવીણ રાવતની ધરપકડ કરી હતી. એડવોકેટ મુંદરગીએ કહ્યું કે પ્રવીણની ધરપકડ બાદ સંજય રાઉતની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે રાજનીતિ થઈ રહી છે.

Back to top button