એમી એવોર્ડ્સની મેજબાની કરનાર પ્રથમ ભારતીય બનશે વીર દાસ, ઋત્વિક રોશને કર્યા વખાણ
- 25 નવેમ્બરના રોજ ન્યૂયોર્ક સિટીમાં યોજાનારા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સને કરશે હોસ્ટ
HD ન્યૂઝ ડેસ્ક, 12 સપ્ટે: સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા વીર દાસ 52માં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની મેજબાની કરશે. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય બનશે. વીર દાસને ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સ 2024 ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સના હોસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેથી વીર દાસ સોમવારે 25 નવેમ્બરના રોજ ન્યૂયોર્ક સિટીમાં યોજાનારા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સને હોસ્ટ કરશે, ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા બુધવારે આ જાહેરાત કરવામાં આવી હતી. જેના પર ઋત્વિક રોશન અને દિયા મિર્ઝાએ તેના વખાણ કર્યા છે.
View this post on Instagram
બોલીવુડ સ્ટાર્સે શું પ્રતિક્રિયા આપી?
વીર દાસની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિનેતા ઋત્વિક રોશને લખ્યું કે, “વાહ, અદ્ભુત છે. ખૂબ જ સારું કર્યું.” તેમજ બિપાશા બાસુએ તાળી પાડતા હાથના ઈમોજીસ પોસ્ટ કર્યા છે. તો દિયા મિર્ઝાએ લખ્યું કે, “આ એકદમ આશ્ચર્યજનક છે.” કૃતિ સેનને લખ્યું કે, “ખૂબ જ અદ્ભુત!!” સોની રાઝદાને કહ્યું, “વાહ.”
વીર દાસ વિશે જાણો
2021માં કોમેડી કેટેગરીમાં નોમિનેટ થયા પછી અને 2023માં તેની સૌથી તાજેતરની નેટફ્લિક્સ કોમેડી સ્પેશિયલ ‘લેન્ડિંગ’ માટે જીત્યા પછી વીર દાસ હોસ્ટ તરીકે ઇન્ટરનેશનલ એમીમાં પાછો ફર્યો છે. ઉલ્લેખનીય છે કે, વીર દાસ એક્ટર અને સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તેણે બદમાશ કંપની, દિલ્હી-બેલી, ગો ગોવા ગોન જેવી 18 ફિલ્મોમાં કામ કર્યું છે. વીર દાસે સોથી વધુ સ્ટેન્ડઅપ કોમેડી શો પણ કર્યા છે. સ્ટેન્ડ-અપ કોમેડી સ્ટેજ પર તેમની સફળતા ઉપરાંત, વીર દાસે ઘણી સિરીઝ બનાવી, પ્રોડયૂઝ કરી અને અભિનય કર્યો.
વીર દાસ વિવાદોમાં પણ ઘેરાયા છે. સ્ટેન્ડ અપ કોમેડી ‘મેં ભારત સે આતા હૂં’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નેટીઝન્સે તેમના પર ભારત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ અંગે તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી.
વીર દાસે આભાર વ્યક્ત કર્યો
વીર દાસે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ સિદ્ધિ બદલ આભાર વ્યક્ત કર્યો. તેણે લખ્યું કે,તમારા સમર્થન માટે આભાર, એક ભારતીય એમી હોસ્ટ. હું આ વર્ષે Emmyની મેજબાની કરવાની રાહ જોઈ શકતો નથી! મને આમંત્રણ આપવા બદલ આભાર. અત્યંત સન્માનિત અને ઉત્સાહિત છું!’
આ પણ જૂઓ: અમિત શાહે અમિતાભ બચ્ચનનો માન્યો આભાર, અભિનેતા આ ખાસ અભિયાનમાં જોડાયા