PM મોદી CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા: ગણેશ પૂજામાં લીધો ભાગ, જૂઓ વીડિયો
- ભગવાન ગણેશ પાસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં PM મોદીએ ડી.વાય.ચંદ્રચુડ અને તેમના પરિવાર સાથે ઘરે આયોજિત ગણેશ પૂજામાં ભાગ લીધો હતો અને આરતી પણ કરી હતી અને દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.
જૂઓ આ વીડિયો
VIDEO | PM Modi (@narendramodi) participates in Ganpati Puja at CJI DY Chandrachud’s residence in Delhi.
(Source: Third Party) pic.twitter.com/yHhEwmJb6i
— Press Trust of India (@PTI_News) September 11, 2024
વીડિયો બહાર આવ્યો
આ પહેલા PM મોદી CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા ત્યારે ચંદ્રચુડ અને તેમના પત્ની કલ્પના દાસે PM મોદીનું તેમના ઘરે સ્વાગત કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પર બહાર આવ્યો છે. આ પછી મોદી તેમના ઘરે પૂજામાં ભાગ લેતા જોવા મળે છે.
પીએમ મોદીએ શું કહ્યું?
PM મોદીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને પૂજામાં હાજરી આપવાની પણ માહિતી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, CJI ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા હતા. ભગવાન ગણેશ આપણને બધાને સુખ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય આપે.
પીએમ મોદીએ આરતી પણ કરી હતી
તસવીરમાં વડાપ્રધાન મોદી અને મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અન્ય કેટલાક લોકો સાથે ભગવાન ગણેશની પૂજા કરતા જોવા મળે છે. આ દરમિયાન વડાપ્રધાને મહારાષ્ટ્ર સંબંધિત પરંપરાગત પોશાક પહેર્યો હતો. તેમણે ગણેશ પૂજાના અવસર પર મરાઠી ભાષામાં ટ્વિટ પણ કર્યું છે.
આ પણ જૂઓ: 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને મફત સ્વાસ્થ્ય વીમો: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત