અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2024 શહેરની એલજે યુનિવર્સિટી દ્વારા FRC ના નિયમ મુજબ 46 હજારની જગ્યા 76 હજાર ફી લેવાતા ગુજરાત NSUI અને વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અગાઉ આ મુદ્દે યુનિવર્સિટીના ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાત NSUI દ્વારા પત્રકાર પરિષદ યોજી ફી વધારો પાછો નહીં લેવામાં આવે તો ગાંધીનગર સહિત તમામ જિલ્લાઓમાં FRC નો વિરોધ કરવામાં આવશે તેમજ મુખ્ય બ્રાન્ચે તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે.
1 કરોડ કરતા વધારાનો ડિફરન્સ વસૂલાયો
ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે FRC ની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફીનાં બેફામ વધારાને અટકાવવા માટે 2008માં કરવામાં આવી હતી. FRC દ્વારા 101 કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીમાં વાર્ષિક ધોરણે 10% અને અમુક યુનિવર્સિટીમાં તો તેનાથી વધારે વધારો કરવામાં આવે છે.30 જુલાઈ 2024નાં રોજ પરિપત્ર એક પરિપત્ર થયો જેના ઇતિહાસમાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓને લૂંટવાનો પરવાનો એફઆરસી દ્વારા આપી દેવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
FRC, સરકાર અને સંચાલકો દ્વારા લૂંટનો તખ્તો તૈયાર
જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે ત્યારે તેમનું ફી સ્ટ્રક્ચર આપી દેવામાં આવ્યું હોય તેમ છતાં બીજા વર્ષે વિદ્યાર્થીઓને આગળના વર્ષની પણ વધારો માંગવામાં આવે છે. તે કેટલી હદ સુધી સાચું ગણાય? ઉદા. તરીકે એલજી યુનિવર્સિટી ની વાત કરીએ તો નવા ફી વધારાથી માત્ર એક કોર્સમાં જ 1 કરોડ રૂપિયા કરતાં વધારાનો ડીફરન્સ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે.
મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડરના માહોલમાં ભણી રહ્યા છે
પ્રમુખ સોલંકી ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને એકેડમીક વર્ષ જૂનથી મે મહિનામાં ગણવામાં આવે છે જ્યારે આ એફઆરસી દ્વારા ફી વધારો એકેડમીક વર્ષ પૂર્ણ થઈ ગયા ના બે મહિના બાદ આપવામાં આવે છે જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે સરકાર એફઆરસીનાં અધિકારીઓ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનાં ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને લૂંટવાનું તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અત્યારની પરિસ્થિતિ જોતા ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડરના માહોલમાં ભણી રહ્યા છે કે ગમે ત્યારે FRC અને કોલેજ દ્વારા અચાનકથી વધારી દેવામાં ના આવે
માંગ નહીં સંતોષાય તો FRC ખાતે તાળાબંધી કરાશે
NSUIએ માંગણી કરતા કહ્યું હતું કે ગુજરાત સરકાર સત્વરે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે, પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેમને જાહેર કર્યું હતું કે આગામી સમયમાં એફઆરસીના અધિકારીઓ કોલેજના ટ્રસ્ટીઓ તેમની ઈચ્છા થાય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની લૂંટવાનો તખ્તો તૈયાર કરશે તો અમારા દ્વારા યુનિવર્સિટીમાં સખ્ત વિરોધ કરવામાં આવશે. અને જરૂર પડે તો ગાંધીનગર સહીત તમામ એફઆરસી તથા યુનિવર્સિટી ખાતે તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે.
આ પણ વાંચોઃઅમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી, 12ને ઇજા