અમિત શાહે અમિતાભ બચ્ચનનો માન્યો આભાર, અભિનેતા આ ખાસ અભિયાનમાં જોડાયા
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: ભારત સરકારે સાયબર ગુનાઓ સામે લડવા માટે I4C અભિયાન શરૂ કર્યું છે. હવે આ અભિયાનમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોડાયા છે. ગૃહમંત્રી અમિત શાહે સરકારી પહેલમાં સક્રિય ભાગ લેવા બદલ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનનો આભાર પણ વ્યક્ત કર્યો છે. અમિત શાહે કહ્યું છે કે, અમિતાભ બચ્ચનની ભાગીદારી ભારતને સાયબર-સલામત રાષ્ટ્ર બનાવવાના મિશનને વધુ વેગ આપશે.
Pursuing Modi Ji’s vision, the Ministry of Home Affairs is resolved to creating a safe cyberspace in the nation. The I4C has taken several steps in this direction. I thank Shri @SrBachchan Ji for joining this campaign. Amitabh Bachchan Ji’s active involvement will further… https://t.co/TOdRZIiGLc
— Amit Shah (@AmitShah) September 11, 2024
અમિતાભ બચ્ચને શું કહ્યું?
એક વીડિયો સંદેશમાં અભિનેતા અમિતાભ બચ્ચને કહ્યું કે, સાયબર ક્રાઈમ સામે તકેદારી રાખવી જરૂરી છે. દેશમાં અને સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઈમના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. ગૃહ મંત્રાલયનું ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અભિનેતાએ કહ્યું કે, તે ગૃહમંત્રી અમિત શાહની વિનંતી પર આ અભિયાનમાં જોડાયા છે. અમિતાભ બચ્ચને વધુમાં કહ્યું કે, આપણે બધાએ આ સમસ્યા સામે એક થવું જોઈએ. થોડી સાવધાની આપણને સાયબર ગુનાઓથી બચાવી શકે છે.
ગૃહમંત્રી અમિત શાહે આભાર વ્યક્ત કર્યો
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, “પીએમ મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત સાયબર સ્પેસ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. I4Cએ આ દિશામાં ઘણાં પગલાં લીધાં છે.” અમિત શાહે સરકારી પહેલમાં સક્રિય ભાગીદારી માટે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનો આભાર માન્યો અને કહ્યું કે, તેઓ સાયબર-સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાના મિશનને વેગ આપશે.
I4C વિશેની ખાસ વાતો
ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ દેશમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલયની પહેલ છે. I4C અભિયાન વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ અને હિતધારકો વચ્ચે સંકલન સુધારવા, સાયબર અપરાધનો સામનો કરવા માટે ભારતની એકંદર ક્ષમતામાં પરિવર્તન અને નાગરિકોના સંતોષના સ્તરમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. I4C 10 જાન્યુઆરી 2020ના રોજ ગૃહમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
I4C અભિયાનના ઉદ્દેશ્યો
- ભારતમાં સાયબર ક્રાઈમને કાબૂમાં લેવા માટે નોડલ પોઈન્ટ તરીકે કામ કરવું.
- મહિલાઓ અને બાળકો સામેના સાયબર ગુનાઓ સામેની લડાઈને મજબૂત બનાવવી.
- સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદો સરળતાથી દાખલ કરવામાં અને સાયબર ક્રાઈમ પેટર્નની ઓળખ કરવા માટે સુવિધા આપવી.
- સક્રિય સાયબર અપરાધ નિવારણ અને શોધ માટે કાયદા અમલીકરણ એજન્સીઓ માટે પ્રારંભિક ચેતવણી સિસ્ટમ તરીકે કામ કરવું.
- સાયબર ક્રાઇમ અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ લાવવી.
- સાયબર ફોરેન્સિક તપાસ, સાયબર સ્વચ્છતા, સાયબર-ક્રાઇમિનોલોજી(Criminology) વગેરેના ક્ષેત્રમાં પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓની ક્ષમતા નિર્માણમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવા.
આ પણ જૂઓ: અનામત અંગે રાહુલનો અસલી ચહેરો સામે આવ્યો: અમિત શાહના આકરા પ્રહારો