રીલ બનાવવાના ચક્કરમાં આખા પરિવારે ગુમાવ્યો જીવઃ જાણો સમગ્ર ઘટના
લખીમપુર, 11 સપ્ટેમ્બર, ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે કંઈપણ અને જાત જાતનો વીડિયો બનાવવાની વધતી જતી ઘેલછા સાથે, કન્ટેન્ટ ક્રિએટર્સ નો એક વર્ગ તેમના જીવને જોખમમાં મૂકીને ના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બુધવારે સવારે લખનૌ-પીલીભીત રેલ્વે સેક્શન પર ટ્રેનની અડફેટે આવી જતાં પતિ, પત્ની અને ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પતિ-પત્ની તેમના ત્રણ વર્ષના પુત્ર સાથે રેલ્વે ટ્રેક પાસે રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન લખનૌ તરફથી આવતી ટ્રેનની અડફેટે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો સીતાપુર જિલ્લાના લહરપુર શહેરના રહેવાસી હતા. મામલાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
લોકો સોશિયલ મીડિયા પર નામના મેળવવા માટે કંઈ પણ કરતાં રહે છે. ઘણી વખત એવું કરતી વખતે તેઓ પોતાના જીવને પણ જોખમમાં મૂકી દે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રીલ બનાવવાના ચક્કરમાં આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. ટ્રેનની અડફેટે આવી જતાં પતિ-પત્ની અને બાળકનું મૃત્યુ થયું હતું. આ લોકો રેલ્વે ટ્રેક પર ઉભા રહીને રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન લખનૌથી આવી રહેલી ટ્રેન સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. મામલો ખેરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓઈલ રેલ્વે સ્ટેશન પાસેનો છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટના બુધવારે સવારે લખનૌથી પીલીભીત જતી પેસેન્જર ટ્રેન દ્વારા ઓઇલ સ્ટેશન નજીક મોટી નહેર પર બની હતી.
મૃતકના પરિવારજનોને જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે અધિક પોલીસ અધિક્ષક પવન કુમાર ગૌતમે જણાવ્યું કે લાંબા સમયથી રેલ્વે લાઇન પર રીલ બનાવી રહેલા ત્રણ લોકોનું રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જવાથી મૃત્યુ થયું છે. ત્રણેયની ઓળખ લહરપુર મોહલ્લા શેખ ટોલાના રહેવાસી રહેમાન અંસારીના 26 વર્ષીય પુત્ર મોહમ્મદ અહેમદ, 24 વર્ષની પત્ની આયેશા અને 3 વર્ષીય પુત્ર અબ્દુલ્લા તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતાં જ ચોકી પોલીસ અને આરપીએફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહોને તાત્કાલિક પાટા પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ પછી ટ્રેન આગળ વધી હતી.
આ પણ વાંચો..આ દેશે લીધા કડક પગલાં: બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો સ્માર્ટફોન કે ટીવી જોઈ શકશે નહિ