ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અનામત અંગે રાહુલનો અસલી ચહેરો સામે આવ્યો: અમિત શાહના આકરા પ્રહારો

  • અમેરિકામાં અનામતને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદનથી ભારતીય રાજકારણમાં હલચલ મચી ગઈ

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: અમેરિકામાં અનામતને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદનથી ભારતીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ક્વોટા અંગેના એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કોંગ્રેસ યોગ્ય સમયે અનામત ખતમ કરવા અંગે વિચારશે.” તેમના આ જવાબને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે અને જેના પર હવે ગૃહમંત્રી અમિત શાહે આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે કહ્યું છે કે, “અનામત ખતમ કરવાની વાત કરીને રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો છે. રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની પ્રાદેશિકતા, ધર્મ અને ભાષાના આધારે  ભાગલા પાડવાની રાજનીતિનો પર્દાફાશ થયો છે.

 

અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા 

ગૃહમંત્રી અમિત શાહે એક્સ(ટ્વિટર) પર પોતાનો અભિપ્રાય વિગતવાર લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે કે દેશ વિરોધી વાતો કરવી અને દેશને તોડવાની કોશિશ કરી રહેલી શક્તિઓ સાથે ઊભા રહેવું. જમ્મુ અને કાશ્મીરમાં JKNCના રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડાને સમર્થન આપવું હોય કે વિદેશી મંચો પર ભારત વિરોધી બોલવું હોય, રાહુલ ગાંધીએ હંમેશા દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ભાષાથી ભાષા, પ્રદેશથી પ્રદેશ અને ધર્મથી ધર્મના ભેદભાવની વાત રાહુલ ગાંધીની વિભાજનકારી વિચારસરણી દર્શાવે છે.

અમિત શાહે આગળ લખ્યું કે, ‘ રાહુલ ગાંધીએ દેશમાંથી અનામત ખતમ કરવાની વાત કહીને કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો ફરી એકવાર દેશની સામે લાવી દીધો છે. મનમાં રહેલા વિચારો હંમેશા કોઈને કોઈ માધ્યમથી બહાર આવે છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ સ્પર્શી શકશે નહીં અને દેશની એકતાને કોઈ હાનિ નહીં પહોંચાડી શકે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રવિરોધી એજન્ડાને સમર્થનની વાત હોય કે વિદેશમાં ભારત વિરોધી ટીપ્પણી કરવી હોય, રાહુલે દેશની સુરક્ષાને જોખમમાં મુકી છે. ભારતના ભાગલા પાડવાનું ષડયંત્ર રચી રહેલી શક્તિઓની સાથે ઉભા રહેવું અને રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરવા એ રાહુલ ગાંધી અને કોંગ્રેસની આદત બની ગઈ છે.” એક  પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં અનામત ખતમ કરવાનો આ યોગ્ય સમય નથી. અમે તેના વિશે ત્યારે વિચારીશું, જ્યારે ભારત એક સારું સ્થાન બની જશે.” જ્યોર્જટાઉન યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, ” ભારતમાં જ્યારે સ્થિતિ સારી થશે અને દરેક સુધી તેમના અધિકારો પહોંચશે, ત્યારે આ વાત પર વિચારી કરી શકાશે. 

રાહુલ ગાંધીના નિવેદનથી માયાવતી પણ નારાજ

અનામતને લઈને રાહુલ ગાંધીના આ નિવેદન પર BSP ચીફ માયાવતીનું નિવેદન પણ બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ ક્યારેય દલિતો અને OBCને અનામત આપવાના પક્ષમાં નથી. કોંગ્રેસની UPA સરકારે જ પ્રમોશનમાં અનામત આપવાનું બંધ કર્યું અને હવે જાતિ ગણતરી માટે પણ તેની પાસેથી અપેક્ષા રાખી શકાય તેમ નથી.

આ પણ જૂઓ: રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ : ભારત વિરોધી ઇલ્હાન ઓમર સાથે મુલાકાત કરતા ભાજપે આડેહાથ લીધા

Back to top button