ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસ્પોર્ટસ

ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને ભેટમાં મળી આ અદ્ભુત ઇલેક્ટ્રિક કાર, આ છે તેની ખાસિયત

  • મનુ ભાકર તેમના માતા-પિતા રામ કિશન ભાકર અને સુમેધા ભાકર સાથે કારની ડિલિવરી લેવા પહોંચી 

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી ભારતીય શૂટર મનુ ભાકરને ભેટમાં ચમકતી ઇલેક્ટ્રિક કાર મળી છે. ટાટા મોટર્સે તેમને આ કાર મનુ ભાકરને ગિફ્ટ કરી છે. આ કારનું નામ Tata Curvv છે, જે આધુનિક ફીચર્સ સાથે માર્કેટમાં આવી છે. TATA.evએ આ વિશે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કર્યું છે. કંપનીએ લખ્યું છે કે, ‘ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીતનારી ભારતની પ્રથમ એથ્લિટ ભારતની પ્રથમ SUV ઘરે લઈને ગઈ! આ #WorldEVDay પર, મનુ ભાકરને Curvv.ev ગિફ્ટ કરવા પર અમને ગર્વ છે.

આ સ્પેશિયલ ડિલિવરી વધુ ખાસ એટલા માટે છે કારણ કે તે ટાટા મોટર્સના પ્રથમ EV-ઓન્લી સ્ટોર – Tata.ev સ્ટોર પર થઈ, જે ગુરુગ્રામ સેક્ટર 14માં સ્થિત છે. તસવીરોમાં, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતાને તેના નવા ઇલેક્ટ્રિક વાહનની ચાવીઓ સોંપતા જોઈ શકાય છે. તેમની સાથે તેમના માતા-પિતા રામ કિશન ભાકર અને સુમેધા ભાકર પણ હતા. જ્યારે તેની પુત્રીને તેની નવી કારની ચાવી આપવામાં આવી રહી હતી ત્યારે તેઓ આનંદથી ભરપૂર જોવા મળ્યા હતા. અન્ય તસવીરોમાં, મનુ ભાકર તેની કર્વ EV કૂપ SUV સાથે પોઝ આપતા જોવા મળી હતી, જે પ્યોર ગ્રે રંગના શેડમાં તૈયાર કરવામાં આવી હતી.

 

કિંમત અને ખાસિયત શું છે?

ગયા મહિનાની શરૂઆતમાં, ટાટા મોટર્સે દેશમાં બહુપ્રતિક્ષિત કર્વ ઇવી કૂપ SUV લોન્ચ કરી હતી. આ અનોખા મૉડલને 17.49 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 21.99 લાખ રૂપિયા સુધી જાય છે.

Tata Motors Curvv EV પાંચ વેરિઅન્ટમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. આ કાર બે બેટરી પેક વિકલ્પો સાથે આવે છે. પહેલું 45 kWhનું નાનું બેટરી પેક છે, જે ક્રિએટિવ, અકમ્પ્લીશ્ડ અને અકમ્પ્લીશ્ડ+ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે. આ લોંગ રેન્જ વેરિઅન્ટ, અથવા મોટા બેટરી પેક વેરિઅન્ટ, બેઝ ક્રિએટિવ વેરિઅન્ટ સિવાય તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

45 kWh બેટરી પેક વેરિઅન્ટમાં સિંગલ ચાર્જ પર 502 કિમીની ડ્રાઈવિંગ રેન્જનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે 55 kWh બેટરી પેક વેરિઅન્ટમાં 585 કિમીનો દાવો કરવામાં આવ્યો છે. 45 kWh વર્ઝન 148 bhp અને 215 Nm પીક ટોર્ક જનરેટ કરે છે, જ્યારે મોટી બેટરી વેરિઅન્ટ 165 bhp અને 215 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

આ પણ જૂઓ: બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝ : ભારતની ટીમમાં સિલેક્શન છતાં આ ખેલાડીનું રમવું મુશ્કેલ, જાણો કેમ

Back to top button