ટ્રેન્ડિંગવર્લ્ડસંવાદનો હેલ્લારો

આ દેશે લીધા કડક પગલાં: બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો સ્માર્ટફોન કે ટીવી જોઈ શકશે નહિ

સ્વીડિશ, ૯ સપ્ટેમ્બર, બાળકોના શૈક્ષણિક પ્રદર્શનની સાથે ટેક્નોલોજી તેમના સ્વાસ્થ્યને પણ બગાડી રહી છે. સ્વીડનમાં બાળકોના ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાળકોમાં વધુ પડતા ફોનના ઉપયોગને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓ સામે આવ્યા બાદ સ્વીડનની સરકાર સતર્ક થઈ ગઈ છે. તેથી, હવે સમગ્ર દેશમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા ‘સ્ક્રીન’ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાળકોને ટીવી અને મોબાઈલ ફોન સહિત કોઈપણ ‘સ્ક્રીન’નો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ. જ્યારે બે થી પાંચ વર્ષ, છ થી 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે સ્ક્રીન સમયની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ (GEM) રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે બાળકોની આસપાસ મોબાઈલ ફોન રાખો છો, તો તે તેમનું ધ્યાન ભંગ કરે છે અને આનાથી તેમના અભ્યાસને અસર થાય છે. છતાં ચારમાંથી એક જ દેશ એવો છે જ્યાં શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ છે. હવે આ યાદીમાં સ્વીડનનું નામ પણ જોડાઈ ગયું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્વીડિશ સરકારે હવે બે વર્ષથી નીચેના બાળકો માટે મોબાઇલ ફોન અને ટીવી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે બે વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે સ્ક્રીન સમયની મર્યાદા નક્કી કરી છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ આંખોમાં ખેંચાણ, ઊંઘની સમસ્યા અને સ્થૂળતાનું કારણ બની શકે છે. સ્ક્રીનની સામે વધુ સમય વિતાવવાથી બાળકોની સામાજિક કુશળતા નબળી પડી શકે છે.

સ્વીડિશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી 

સ્વીડિશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઈલ ફોન, ટીવી કે અન્ય કોઈપણ સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર રાખવા જોઈએ. 2 થી 5 વર્ષના બાળકોએ 24 કલાકમાં વધુમાં વધુ એક કલાક સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે 6 થી 12 વર્ષની વયના બાળકોએ માત્ર બે કલાક માટે સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને દિવસમાં માત્ર ત્રણ કલાકનો સ્ક્રીન ટાઈમ આપવો જોઈએ. સ્વીડિશ સરકારનું કહેવું છે કે ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે બાળકો અને ટીનેજર્સમાં ઊંઘની કમી અને ડિપ્રેશનની ફરિયાદો જોવા મળી રહી છે. ડિપ્રેશનમાં વધારો થવાથી તેમના સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી પર પણ વિપરીત અસર થાય છે. તે તેની ઉંમર માટે ઓછો સક્રિય છે.

ફ્રાન્સમાં સ્ક્રીનના ઉપયોગની મંજૂરી નથી
અમેરિકા, આયર્લેન્ડ, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશો બાળકો માટે આવી એડવાઇઝરી બહાર પાડી ચૂક્યા છે. તેમાંથી ફ્રાન્સની સરકારે સૌથી કડક એડવાઈઝરી જારી કરી છે. ફ્રાન્સમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ક્રીનનો ઉપયોગ કરવાની બિલકુલ મંજૂરી આપવી જોઈએ નહીં.

આ પણ વાંચો…ચીનમાં વધુ એક ભયંકર વાયરસ મળ્યો, સીધી મગજ પર કરે છે અસર

Back to top button