ટ્રેન્ડિંગધર્મ

આ સ્થાનો પર પિતૃ કર્મ કરવાથી પૂર્વજોને મળે છે મોક્ષ, શું છે કારણ?

  • પિતૃ કર્મ કરવાનું વર્ણન તો આપણા પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે, પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કેટલીક ખાસ જગ્યા પર પિતૃ કર્મ કરવાથી પૂર્વજોને મોક્ષ મળતો હોવાની માન્યતા છે

HD ન્યુઝ ડેસ્કઃ પિતૃ કર્મ કરવા માટે નિમિત્ત સ્થાન અને તીર્થોનું વર્ણન પુરાણો સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. સતયુગમાં ગયાસુર નામના દૈત્યએ ભગવાન વિષ્ણુ તરફથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તમામ દેવી-દેવતાઓ તેના શરીરરૂપી તીર્થ પર નિવાસ કરે અને તે બધાનો ઉદ્ધાર કરી શકે, જેના કારણે બ્રહ્માજીનું વિધાન અને મર્યાદા તૂટવા લાગ્યા.

ભગવાન વિષ્ણુએ આપ્યું વરદાન

વિધિના વિધાનને બચાવવા માટે બ્રહ્માજીએ ગયાસુર પાસે તેનું પવિત્ર શરીર યજ્ઞ માટે માંગી લીધું. વિરાટ શરીર વાળા ગયાસુર એ જ જમીન પર શયન કર્યું અને ભગવાન વિષ્ણુએ તેના પર પગ મૂકીને તેને ત્યાં સ્થિર કરી દીધો. ભગવાન વિષ્ણુના વરદાન પ્રમાણે જે વ્યક્તિ ગયાસુર રૂપી સ્થળ પર આવીને પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તેના પરિવારનો ઉદ્ધાર થાય છે. ત્યારથી આ સ્થળ ગયાજીના નામથી પ્રસિદ્ધ થયું. બીજી માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેના શરીરના ત્રણ ભાગ કર્યા, તેમનું માથું બદ્રી ધામમાં પડ્યું, નાભિ નૈમિષારણ્યમાં અને પગ ગયામાં પડ્યા, જેના કારણે આ તમામ તીર્થો જેમ કે શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન જેવા પિતૃ કર્મ માટે પ્રખ્યાત થયા. ભગવાન વિષ્ણુના વરદાનને કારણે ગયા તીર્થ દેવતીર્થ અને પિતૃ તીર્થ તરીકે પ્રખ્યાત છે.

આ સ્થાનો પર પિતૃ કર્મ કરવાથી પૂર્વજોને મળે છે મોક્ષ, શું છે કારણ? hum dekhenge news

ગયામાં શ્રાદ્ધનું મહત્ત્વ પુરાણમાં વર્ણવાયું

ગયામાં શ્રાદ્ધનું મહત્ત્વ પુરાણ સહિત અનેક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. જે કોઈ શુદ્ધ હૃદયથી ગયામાં આવીને તર્પણ, શ્રાદ્ધ વિધિ વગેરે કરે છે, તેમના પૂર્વજોને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. પિતૃઓને એવી ઈચ્છા હોય છે કે મારા કુળમાં જન્મેલા પુત્રોમાંથી કોઈ એક પણ ગયા પહોંચીને શ્રાદ્ધ કરે તો તેના દ્વારા પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્ર અનુસાર દિવંગત માતા-પિતા તથા પૂર્વજોના કલ્યાણ માટે ગયા જઈને પિંડ દાન અવશ્ય કરવું જોઈએ. ગયામાં માતા-પિતા સાથે પોતાના પિતૃ કુળ, માતૃકુળ, નજીકના સંબંધીઓ, ઈષ્ટ-મિત્ર, જૂના નોકર અને આશ્રિતો એમ તમામ લોકોને પિંડ દાન કરવાની પરંપરા છે. ગયામાં જે વ્યક્તિ માટે પિંડ દાન કરવામાં આવે છે તેમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. સ્વંય શ્રાદ્ધકર્તાનું પણ કલ્યાણ થાય છે અને તે પિતૃઋણમાંથી મુક્ત થાય છે.

આ પણ વાંચોઃ ઘરની બરકત વધારવા માટે અપનાવો વાસ્તુના આ ઉપાયો

Back to top button