ટ્રેન્ડિંગમનોરંજન

બર્થડે પર અક્ષય કુમારે ‘ભૂત બંગલા’ની કરી જાહેરાત, 14 વર્ષે કોની સાથે હાથ મિલાવ્યો?

  • આજે પોતાના બર્થડે પર અક્ષય કુમારે કરેલી જાહેરાતથી તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે. 57 વર્ષના અક્ષયે ફેન્સને ગિફ્ટ આપી છે

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2024: બોલિવૂડનો ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. આજે 9 સપ્ટેમ્બરે અક્ષય તેનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર ઘણા સેલિબ્રિટીઝ અને ફેન્સ અભિનેતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં અક્ષય કુમારે પણ પોતાના ફેન્સને ગિફ્ટ આપતા તેની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ની જાહેરાત કરી છે. તેણે ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે.

ભૂત બંગલાનું પોસ્ટર રિવીલ

અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’નો ફર્સ્ટ લૂક જારી કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે બ્લુ બ્લેઝર-પેન્ટ આઉટફિટમાં મજેદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં અક્ષય હાથમાં દૂધનો વાટકો પકડીને જીભ વડે ચાટતો જોવા મળે છે અને તેના ખભા પર રહેલી કાળા રંગની બિલાડી દૂધને જોઈને લલચાય છે. પોસ્ટર જોવામાં એકદમ અનોખું અને રસપ્રદ છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ સૌથી વધુ એક્સાઈટમેન્ટ એ વાતનું છે કે અક્ષય કુમારે 14 વર્ષ પછી આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર પ્રિયદર્શન સાથે હાથ મિલાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય 14 વર્ષ પછી પ્રિયદર્શન સાથે કામ કરશે

પોસ્ટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે વર્ષો પછી મારા જન્મદિવસ પર તમે બધાએ આપેલા પ્રેમ માટે તમારો આભાર! આ વર્ષની ઊજવણી ‘ભૂત બંગલા’ના ફર્સ્ટ લુક સાથે! હું 14 વર્ષ બાદ ફરી પ્રિયદર્શન સાથે જોડાઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ અદ્ભુત પ્રવાસને તમારા બધા સાથે શેર કરવા માટે વધુ રાહ જોઈ શકતો નથી.

પ્રિયદર્શન-અક્ષયની હિટ ફિલ્મો

આ જોડીએ ઘણી હિટ કોમિક ફિલ્મો આપીને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ જોડીએ ‘હેરા ફેરી’, ‘ભાગમ ભાગ’, ‘ગરમ મસાલા’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘દે દના દના’ જેવી અલ્ટીમેટ ક્લાસિક ફિલ્મો આપી છે જે સતત હિટ રહી છે. આ કપલ ભૂત બંગલામાં હલચલ મચાવવા માટે તૈયાર છે.

આ ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન કરશે, જ્યારે નિર્માણની જવાબદારી એકતા કપૂરની બાલાજી ફિલ્મ પ્રોડક્શને સંભાળી છે. હાલમાં કોઈ સ્ટોરી લાઈન સામે આવી નથી, પરંતુ પોસ્ટર પરથી સમજી શકાય છે કે આ હોરર-કોમેડી ફિલ્મ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ તમિલ અભિનેતા જયમ રવિ 15 વર્ષ બાદ પત્નીથી થયો અલગ, છૂટાછેડાની કરી જાહેરાત

Back to top button