ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં ગણેશ પંડાલ પાસે પથ્થરમારો કરનાર 12 વર્ષના 6 કિશોર હતા, 28 લોકોની ધરપકડ

Text To Speech

સુરત, 09 સપ્ટેમ્બર 2024, સૈયદપુરામાં ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. પોલીસ દ્વારા ટોળાને વિખેરવા 10થી વધુ ટીયરગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો. આ ઘટનામાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 6 જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

શહેરના લોકો અફવા ઉપર ધ્યાન ન આપે- પોલીસ કમિશ્નર
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, 12-13 વર્ષના 6 કિશોર દ્વારા રિક્ષામાં આવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રિક્ષાચાલક સહિત કિશોર આરોપીઓ ઉપર અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જુવેનાઇલ એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. ધાર્મિક લાગણી દુભાય તે અંગે કેસ કરવામાં આવ્યો છે. 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા કેસમાં બે ગાડી સળગાવવામાં અને ગાડીમાં તોડફોડ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 6 ટીમો બનાવવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિત ટેકનિકલ સ્ટાફ સામેલ છે. શહેરના લોકો અફવા ઉપર ધ્યાન ન આપે.

પથ્થરબાજો ઉપર પણ સખ્તાઈપૂર્વકનાં પગલાં લઈશું- ગૃહરાજ્યમંત્રી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ નાની ઉંમરના કિશોરોએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો, બે દિવસ પહેલા પણ અન્ય એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો પણ કોઈએ માહોલ ન બગડે એ માટે ફરિયાદ દાખલ કરી નહોતી. ઘટના સ્થળ પર ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાત્રે જણાવ્યું હતું કે, ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું. પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હું સ્પષ્ટ કહું છું કે, ગમે તેવાં તાળાં મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. પથ્થરબાજો ઉપર પણ સખ્તાઈપૂર્વકનાં પગલાં લઈશું.

આ પણ વાંચોઃસુરત: ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં લાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ તે સ્થળે આરતી કરી

Back to top button