ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત: ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં લાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ તે સ્થળે આરતી કરી

Text To Speech
  • ગણેશ પંડાલ પર વિદ્યર્મી યુવકે પથ્થરમારો કરતા હોબાળો
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા
  • ભીડને વિખેરવા પોલીસે ટિયરગેસનો ઉપયોગ કર્યો

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં લાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ તે સ્થળે આરતી કરી છે. ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પથ્થરમારાની ઘટનામાં સૂર્યોદય ઉગે તે પહેલા 27 લોકોની પોલીસે કરી અટકાયત કરી છે. સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

 

ગણેશ પંડાલ પર વિદ્યર્મી યુવકે પથ્થરમારો કરતા હોબાળો થયો

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલ પર વિદ્યર્મી યુવકે પથ્થરમારો કરતા હોબાળો થયો હતો. ત્યાં હાજર ભક્તોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. શ્રદ્ધાળુઓએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે. હજારોની સંખ્યામાં લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા છે. સુરતના વરિયાવી વિસ્તારમાં કોમી તોફાન જેવી ઘટના જોવા મળી હતી. લાલગેટ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા હતા.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા

આ ઘટનામાં મોટો હોબાળો થયા બાદ ધારાસભ્ય કાંતિ બલ્લર ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમાં ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે. હાલ તમામ આગેવાનોને શાંતિની અપીલ કરવામાં આવી છે. પથ્થરમારો કરનાર તમામ અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવ્યા છે.

Back to top button