ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

VIDEO: સાબરકાંઠામાં નદીમાં આવેલા પૂરમાં કારમાં મુસાફરી કરી રહેલું દંપતી તણાયું

Text To Speech

સાબરકાંઠા, 8 સપ્ટેમ્બર: હાલમાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં વરસાદના કારણે નદીઓમાં પુર આવ્યા હતા.  સાબરકાંઠા જિલ્લામાં નદીમાં અચાનક આવેલા પૂરમાં કારમાં મુસાફરી કરી રહેલું દંપતી ફસાઈ ગયું હતું. તેનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી કાર કલાકો સુધી પાણીમાં ગરકાવ રહી હતી.

પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઇ ગઈ 

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કારમાં સવાર યુગલ કારની છત પર ચઢી ગયું હતું. પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઇ ગઈ હતી. ઈડર તાલુકાના વડીયાવીર ભુતિયા મધ્યે નદીમાં ભારે પાણીના વહેણને કારણે કારમાં મુસાફરી કરી રહેલ દંપતી લાંબો સમય સુધી પાણીમાં ફસાઈ ગયું હતું.

કારની છત પર ચઢી ગયા 

સ્થાનિક લોકોએ જણાવ્યું કે નદીમાંથી પસાર થતી વખતે પાણીનો પ્રવાહ વધતાં વાહન ખેંચાવા લાગ્યું. કારમાં સવાર કપલ પાણીથી બચવા કારની છત પર ચઢી ગયું હતું. સ્થાનિક લોકોએ કારમાં મુસાફરી કરી રહેલા કપલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

પાણીનો પ્રવાહ ઓછો થયા પછી બહાર કાઢવામાં આવ્યા 

નદીમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતાં જ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોએ પણ મદદ કરી

ઈડર અને હિંમતનગર ફાયર ઓફિસરની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. કારમાંથી મહિલા અને પુરુષને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે, ફાયરની બે ટીમ, એસડીએમ મામલતદાર, પોલીસ અને સ્થાનિક લોકોએ કારમાં મુસાફરી કરી રહેલા દંપતીને નદીના જોરદાર પ્રવાહમાંથી બચાવી લીધા હતા.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યના ભત્રીજાએ હોસ્પિટલની વોર્ડનની કરી છેડતી, ચોંકાવનારો મામલો

Back to top button