સ્પોર્ટ્સ ડેસ્કઃ આ વર્ષે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સના પ્રથમ ત્રણ દિવસ પૂરાં થઈ ગયા છે અને ભારતે 6 મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે મેડલમાં પહેલા દિવસે ખાતું ખૂલ્યું નહોતું. પરંતુ તરત જ સંકેત સરગરે વેઈટલિફ્ટિંગમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. તો બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે ચાર મેડલ જીતી લીધા હતા.
નવાઈની વાત એ છે કે, અત્યાર સુધી ભારતના તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. CWG 2022માં ભારતે અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે, જેમાં ત્રણ ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે પ્રથમ, સંકેત સરગરે સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ બીજો મેડલ ગુરુરાજા પૂજારીએ ભારતને અપાવ્યો હતો. તેણે વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ અને બિંદ્યારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
જેરેમી લાલરિનુંગાએ કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે વેઈટલિફ્ટિંગમાં ભારતને પાંચમો મેડલ જીતાડ્યો હતો. તેણે પુરુષોની 67 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. અચિંત શિયુલીએ દિવસનો બીજો ગોલ્ડ મેડલ અને ભારત માટે આ ટુર્નામેન્ટનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 75 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
CWG 2022માં ભારત માટે મેડલ વિજેતાઓની યાદી
સંખ્યા | રમતવીર/ટીમ | ઘટના | રમ | ચંદ્રક |
1. | સિગ્નલ મૂવર | પુરુષોની 55 કિ.ગ્રા | વેઇટ લિફ્ટિંગ | સિલ્વર |
2. | ગુરુરાજા પૂજારી | પુરુષોની 61 કિ.ગ્રા | વેઇટ લિફ્ટિંગ | બ્રોન્ઝ |
3. | મીરાબાઈ ચાનુ | મહિલા 49 કિ.ગ્રા | વેઇટ લિફ્ટિંગ | ગોલ્ડ |
4. | બિંદ્યારાણી દેવી | મહિલા 55 કિ.ગ્રા | વેઇટ લિફ્ટિંગ | સિલ્વર |
5. | જેરેમી લાલરીનુંગા | પુરુષોની 67 કિ.ગ્રા | વેઇટ લિફ્ટિંગ | ગોલ્ડ |
6. | અચિંત શિયુલી | પુરુષોની 75 કિ.ગ્રા | વેઇટ લિફ્ટિંગ | ગોલ્ડ |