ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

રાજકોટ-કાનાલુસ રેલવેને બ્રોડગેજમાંથી ડબલ લાઈન કરવા પડધરીના વધુ 5 ગામની 35 એકર જમીન સંપાદિત કરવા કેન્દ્ર સરકારનું જાહેરનામું

Text To Speech

રાજકોટઃ પ્રધાનમંત્રી ગતિશક્તિ સ્કીમમાં સમાવિષ્ટ રાજકોટ – કાનાલુસ રેલવેની લાઇનના રૂપાંતરણમાં કરવા મામલે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બ્રોડગેજ સિંગલ લાઇનને ડબલ લાઇનમાં રૂપાંતરણ કરવા મામલે પડધરી તાલુકાના વધુ 5 ગામોની 35 એકરથી વધુ જમીન સંપાદિત કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારે પહેલાં પણ 6 ગામોની 57 એકર જેટલી જમીન સંપાદિત કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

વર્ષ 2025 સુધી ચાલનારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ પાછળ રુપિયા 1000 કરોડનો ખર્ચ થવાનો છે. આ પ્રોજેક્ટને કારણે કપાતમાં આવતા રાજકોટ જિલ્લાના વિસ્તારો પૈકી ખંઢેરી, નારણકા, તરઘડીની 27 એકર તથા પડધરી, રામપર મોટા-નણપરીની 30 એકર જમીનનાં સંપાદન બાબતે હાલ રેલવે તંત્ર અને ડી.આઈ.એલ.આર. દ્વારા સંયુક્ત રીતે માપણી ચાલી રહી છે. જે પૂર્ણ થતા રિપોર્ટ આવ્યા બાદ લોકસુનાવણી થશે અને આખરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. જેમાં અમુક ગામના ગૌચર પણ કપાત થશે.

રેલવે દ્વારા રાજકોટ જિલ્લાનાં બાકી રહેતા સંબંધિત ગામોની જમીન સંપાદિત કરવાનું જાહેરનામું ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં મોટી ચણોલ ગામની 21,000 ચોરસમીટરથી વધુ ખેત જમીન, 3700 ચો.મી. જેવી સરકારી, 38 ચો.મી. ગૌચર તથા અંદાજે 1000 ચો.મી. બિનખેતી જમીન સમાવિષ્ટ છે. જ્યારે જોધપરમાં 4080 ચો.મી. સરકારી અને 7200 ચો.મી. જેટલી ખેત જમીન, નાની ચલોણમાં 27,296 સરકારી તથા મોવિયા ગામે 292 ચો.મી. ખેતીની જમીન કપાત થશે.

સૌથી વધુ 79,408 ચો.મી. એટલે કે 19.62 એકર જમીન રેલવે ડબલિંગ માટે કપાતમાં જનાર છે, જેમાં કુલ 1572 ચો.મી.ના ત્રણ રસ્તા, 31500 ચો.મી જેવી સરકારી તથા 46,000 ચો.મી.થી વધુ ખાનગી ખેત જમીનોનો સમાવેશ થાય છે.

Back to top button