ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મગધ એક્સપ્રેસ ટ્રેન ચાલતાં-ચાલતાં બે ભાગોમાં વહેંચાઈ : મુસાફરોમાં ભયનો માહોલ

Text To Speech

બકસર, 8 સપ્ટેમ્બર : બિહારના બક્સરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દિલ્હીથી ઇસ્લામપુર જતી મગધ એક્સપ્રેસ ટ્રેન નંબર 20802 ચાલતી વખતે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મગધ એક્સપ્રેસ ટ્રેન બક્સરના તુડીગંજ સ્ટેશનથી થોડે આગળ જતી વખતે બે ભાગમાં તૂટી ગઈ હતી. મગધ એક્સપ્રેસના એન્જિનથી કેટલાક કોચ અલગ થઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મગધ એક્સપ્રેસ ટ્રેનની પ્રેશર પાઇપ તુટવાને કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

મગધ એક્સપ્રેસ ટ્રેન બે ભાગમાં વહેંચાઈ જતાં મુસાફરોની હાલત કફોડી બની હતી. ટ્રેનમાં બેઠેલા મુસાફરો ડરી ગયા.  જો કે રાહતની વાત એ છે કે આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.  ઘટનાની માહિતી મળતા જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ અકસ્માત બાદ રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ રેલવે અધિકારીઓ, જીઆરપી, આરપીએફ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવે મંત્રાલયે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે અને તપાસ રિપોર્ટ માંગ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોએ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓને આવી બેદરકારી બદલ કોસવાનું શરૂ કર્યું હતું.

ટ્રેન નંબર 20802 નવી દિલ્હીથી પટના જઈ રહી હતી. જે ડુમરાઉં રેલ્વે સ્ટેશનથી ટ્રેન લગભગ 11 વાગ્યે 8 મિનિટના વિલંબ સાથે નીકળી હતી, પરંતુ 5 મિનિટ પછી જ્યારે ટ્રેન ટુડીગંજ સ્ટેશન પર પહોંચી અને ત્યાંથી થોડે આગળ ગઈ ત્યારે, ધરૌલી ગામ પાસે ટ્રેનની પ્રેશર પાઇપ પોલીંગ તૂટી ગઈ હતી. પાઈપ ફાટતાની સાથે જ ટ્રેનના બે ભાગ થઈ ગયા.  જ્યારે જોરદાર આંચકો લાગ્યો, ત્યારે પાછળ રહેલા કોચના મુસાફરોએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું.

Back to top button