રાજકોટના આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો, જાણો શું છે કારણ
- વિસ્તારમાં ખાણી પીણી અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દુકાનો બંધ
- હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2 હજાર દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે
- શહેરના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. જેમાં રાજકોટમાં રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે અને હાલમાં રામનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજકોટના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2 હજાર દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે
શહેરના જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા છે. થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના બે કેસ મળી આવ્યા હતા. શંકાસ્પદ ડેન્ગ્યુના તાવથી યુવકનું મોત છતાં મહાપાલિકાનું તંત્ર અજાણ હતું. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2 હજાર દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. કોલેરાના કેસ મળી આવ્યા બાદ વિસ્તારમાં ખાણી પીણી અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દુકાનો બંધ રાખવામાં આવી છે અને મહાપાલિકાનું તંત્ર વિસ્તારમાં કોલેરાએ દેખા દેતા સફાળુ જાગ્યું છે.
કચ્છના લખપતમાં ન્યુમોનિયાએ તરખટ મચાવ્યો
બીજી તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયાએ તરખટ મચાવ્યો છે અને છેલ્લા 4 જ દિવસમાં ન્યુમોનિયાના કારણે 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ન્યુમોનિયા તાવના કારણે 12 લોકોના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન બન્યું છે અને તેને લઈને કોઈ પગલા લેવામાં આવ્યા નથી. લખપત વિસ્તારના મેડી, ભરાવાંઢ, વાલાવારી, બેખડા, સાંધ્રો, મોરગર, લખાપરમાં ન્યુમોનિયાના લીધે મોત થયા છે. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે પણ આરોગ્ય વિભાગ નિંદ્રાધીન જોવા મળી રહ્યો છે.