ગુજરાતમાં ચોમાસાની સાઈડ ઈફેક્ટ: રાજ્યમાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો
- શાક માર્કેટમાં લીલોતરી શાકભાજીની આવક પણ ઓછી
- આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા થયા
- બટાકા, ડુંગળીના ભાવમાં વધારો થયો છે
ગુજરાતમાં ચોમાસાની સાઈડ ઈફેક્ટ જોવા મળી છે. જેમાં રાજ્યમાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં ભારે વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે બીજી તરફ હવે શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને સામાન્ય વર્ગના લોકોને ખાવું શું તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
શાક માર્કેટમાં લીલોતરી શાકભાજીની આવક પણ ઓછી
શાકભાજીની સરેરાશ ગુણવત્તા પણ નબળી હોવા છતાં ભાવ વધારે છે. શાક માર્કેટમાં કોથમીર, મેથી, લીંબુ મોંઘાદાટ થયા છે અને આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે હોલસેલ શાક માર્કેટમાં લીલોતરી શાકભાજીની આવક પણ ઓછી થઈ રહી છે. છૂટક શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમરી 400 રૂપિયે કિલો, મેથી પણ 400 રૂપિયાને પાર વેચાઈ રહી છે.
આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા
બીજી તરફ ચોમાસામાં લીંબુ સસ્તા મળતા હોય છે પણ આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા વેચાઈ રહ્યા છે. આ સાથે જ ફ્લાવર, રીંગણ, કોબીજ સહિતના લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે. ત્યારે લોકો લીલોતરી શાકના ભાવ વધતા હવે બટેટા અને અન્ય કઠોળ તરફ વળ્યા છે.