ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

Text To Speech
  • રાજકોટ એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી
  • તલાટી દીપક પંજવાણી રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપાયો
  • તમારી પાસે લાંચ માંગે તો એસીબીનો સંપર્ક કરો

રાજકોટના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. જેમાં તલાટી દીપક પંજવાણી રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપાયો છે. ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા તલાટીએ લાંચ માંગી હતી. ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવીને તલાટીને ઝડપી લીધો છે.

રાજકોટ એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી

તલાટીએ અગાઉ પણ કોઈ લાંચ લીધી છે કે નહી તેને લઈ તેની પૂછરપછ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. રાજકોટ એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી છે. કાગદડી ગામનો પંચાયત તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે. ફરિયાદીના પ્લોટો અંગે ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા લાંચ માગી હતી. એસીબી મદદનીશ નિયામક કે એચ ગોહિલ રાહબરીમાં પીઆઇ દેકેવાડીયા અને ટીમે ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવી તલાટી મંત્રીને ઝડપી લીધો હતો.

તમારી પાસે લાંચ માંગે તો એસીબીનો સંપર્ક કરો

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે, જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Back to top button