ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
- હાલમાં કોઈ મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી
- રાજયમાં આજથી વરસાદનું જોર ઘટયું છે
- સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ
ગુજરાતમાં હાલ વરસાદી જોર ઘટયું છે. જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી નથી તેમજ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો સક્રિય થાય અને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ ફંટાય તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.
રાજયમાં આજથી વરસાદનું જોર ઘટયું છે
પરંતુ આજના દિવસે કોઈ એવી સિસ્ટમ બનેલી દેખાતી નથી. કદાચ આવે તો હળવો વરસાદ આવે અને એ પણ ઝાપટા પડે તેનાથી વિશેષ કઈ શકય નથી. ઓફસોર મોન્સૂન સિસ્ટમ હાલ સક્રિય નથી માટે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે. જેમાં ગુજરાતમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે. રાજયમાં આજથી વરસાદનું જોર ઘટયું છે. રાજયમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલમાં કોઈ મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વલસાડ, અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના કારણે જોર ઘટયું છે. હાલમાં કોઈ મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી.
સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ ગયો નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. તો અગામી અઠવાડીયામાં સારો વરસાદ પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. રાજયમાં હાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તથા કેટલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.