મોદક ખાઈને પણ રહી શકશો હેલ્ધી, બસ જાણી લો ખાવાનો સમય અને રીત
- તમે ક્યારેય વિચાર્યું છે કે મોદક ખાઈને પણ તમે હેલ્ધી રહી શકો છો? આ વાત શક્ય છે, પરંતુ શરત માત્ર એટલી જ છે કે તમને ક્યારે અને કેવા મોદક ખાવા તે ખ્યાલ હોવો જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ જો તમે ગણપતિ બાપ્પાને ઘરમાં લાવો છો, તો તમે દરરોજ ભોગ તરીકે મોદક પણ ચઢાવશો. આ મોદક આખા ઘરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે, પરંતુ જો તમે પૂજા-પાઠની સાથે તમારી હેલ્થનું પણ ધ્યાન રાખવા માંગતા હોવ તો ઘરે જ હેલ્ધી મોદક બનાવીને બાપ્પાને ચઢાવો. જેમ કે ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલા મોદક, ખજૂર અને નારિયેળના સ્ટફિંગવાળા મોદક. આ પ્રકારના મોદક તમારા બ્લડ સુગર અને વજનને વધતા અટકાવશે. પોષણ પણ આપશે. આ મોદક ખાતા પહેલા યોગ્ય સમય જાણી લો.
મોદક ખાવા ક્યારે હેલ્ધી છે?
સવારે ભગવાનની પૂજા કરીને તેમને મોદક અર્પણ કર્યા પછી, તમે તેને સવારે જ ખાઓ. આમ કરવાથી એનર્જી તો બૂસ્ટ થશે જ, પરંતુ સ્વીટનું ક્રેવિંગ પણ દૂર થશે.
વર્કઆઉટ પછી મોદક ખાઓ
વર્કઆઉટ પછી ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવેલા હેલ્ધી મોદક ખાઓ. તેનાથી એનર્જી મળશે અને સાથે વર્કઆઉટ બાદ તે શરીરમાંથી ઝડપથી એબ્ઝોર્બ પણ થઈ જશે.
સ્નેક્સમાં ખાઈ શકો છો મોદક
જો તમે સાંજે મોદક ખાવા માંગતા હોવ તો તે પણ એક સારો વિકલ્પ છે. તેનાથી સાંજ વાળું ક્રેવિંગ દૂર થશે અને પોષણ પણ મળશે. તમને ભૂખ નહિ લાગે અને પેટ ભરેલું લાગશે.
મીઠી વસ્તુઓના ક્રેવિંગનો વિકલ્પ
જ્યારે પણ તમને કંઈક મીઠી વસ્તુ ખાવાનું મન થાય ત્યારે મોદક અન્ય મીઠાઈઓ કરતાં વધુ સારા અને હેલ્ધી છે. જો કે, પોર્શન સાઈઝને હંમેશા ધ્યાનમાં રાખો. એક કરતાં વધુ મોદક ખાવાની ભૂલ ન કરો.
હેલ્ધી ઓપ્શન રાખો
એ પણ ધ્યાનમાં રાખો કે મોદક ડ્રાયફ્રૂટ્સ, ખજૂર, નારિયેળ, સીડ્સ જેવી વસ્તુઓમાંથી બનાવવા જોઈએ. ઉપરાંત, તેમાં કુદરતી સ્વીટનરનો ઉપયોગ થવો જોઈએ.
તેને આ વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાઓ
જો તમે સવારે મોદક ખાતા હોવ તો તેને દહીં અથવા મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ સાથે મિક્સ કરીને ખાઓ. જેથી તેનું પોષણ સંતુલિત રહે.
આ પણ વાંચોઃ ગણેશજીને નથી ચઢાવાતી તુલસી, જાણો કયા ભગવાનને કયું ફુલ પ્રિય?