ટોપ ન્યૂઝનેશનલ

ઓગસ્ટના પ્રથમ દિવસે LPGના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના નવા રેટ

Text To Speech

LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને રાહત મળી છે કારણ કે આજે કોમર્શિયલ LPG સિલિન્ડર (19 kg)ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 36 રૂપિયા સસ્તી થઈ છે. અત્યાર સુધી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમત 2012.50 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2177.50 રૂપિયા હતી. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોને થશે ફાયદો 

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે આઈઓસીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, હોટલ, ઢાબા અને અન્ય કોમર્શિયલ યુઝર્સને 19 કિલોના સિલિન્ડર દીઠ રૂ. 36 સસ્તા થવાનો મુખ્ય ફાયદો મળશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 

દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાના ઘટાડા બાદ તે 1976.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. અગાઉ તેની કિંમત 2012.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. જ્યારે કોલકાતામાં LPG  સિલિન્ડરની કિંમતમાં 36.50 રૂપિયાના ઘટાડા બાદ તે 2095.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. પહેલા તેની કિંમત 2132 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. મુંબઈમાં LPG સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાના ઘટાડા બાદ તે 1936.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે જે પહેલા 1972.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો.ચેન્નાઈમાં LPG સિલિન્ડરમાં 36.50 રૂપિયાના ઘટાડા બાદ તે 2141 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. પહેલા તેની કિંમત 2177.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.

Back to top button