ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસંવાદનો હેલ્લારો

પોતાના જ સંતાનો પાસે ઘરભાડું વસુલે છે આ માતાઃ જાણો અજીબોગરીબ કિસ્સા વિશે

Text To Speech

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર : હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિચિત્ર ઘટના વાઈરલ થઈ રહી છે, જેમાં એક માતા તેના નાના બાળકો પાસેથી મકાનમાં રહેવા માટે ભાડું લે છે. સામાન્ય રીતે ઘર તેમનું પોતાનું હોય છે. માતાપિતા બાળકો પાસેથી ભાડું લેતા નથી, ખાસ કરીને જ્યારે બાળકો 6, 8 અને 9 વર્ષના હોય. આ મામલો અમેરિકાનો છે. જ્યાં સમંથા બર્ડ નામની મહિલા તેના 6, 8 અને 9 વર્ષના બાળકો પાસેથી મકાનમાં રહેવા માટે ભાડું લે છે.

અંગ્રેજી વેબસાઈટ ‘ધ ન્યૂયોર્ક પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર, સામંથા બર્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે પોતાના નાના બાળકો પાસેથી ભાડું પણ લે છે. આશ્ચર્યની વાત એ છે કે આ બાળકોને દર મહિને 6 ડોલર ચૂકવવા પડે છે, જેમાં 1 ડોલર ઘરના ભાડા માટે, 1 ડોલર કરિયાણા માટે અને 1 ડોલર ઉપયોગિતા માટે છે. બાકીના 3 ડોલર બાળકોના પોતાના ખર્ચ માટે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં બાળકો માટે સરકારી સહાય પણ આપવામાં આવે છે, જે તેમના જીવનધોરણને સુધારવા અને તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે છે.

આ પણ જૂઓ: ભારતે કર્યું પરમાણુ મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ, જાણો તેની ખૂબી

બાળકો નાનપણમાં જ મની મેનેજમેન્ટ શીખે

સામંથા બર્ડના કહેવા પ્રમાણે, તે આવું એટલા માટે કરે છે જેથી બાળકો પૈસાનું મહત્વ સમજી શકે. તેઓ શીખી શકે કે કેટલા પૈસા ખર્ચવા અને કેટલા બચાવવા, જેથી તેઓ ભવિષ્યમાં પોતાના પગ પર ઊભા રહી શકે અને સમજી શકે કે આ દુનિયામાં કંઈ મફતમાં મળતું નથી. આ ઘટનાએ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે કે શું આ ઉંમરના બાળકો પાસેથી આવી જવાબદારી લેવી યોગ્ય છે? સામંથાની આ અનોખી પદ્ધતિ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર શું પ્રતિક્રિયા આવી

કોઈના કહેવા પ્રમાણે, સમંથા નાનપણથી જ બાળકોને પૈસાનું મહત્વ શીખવી રહી છે અને કહી રહી છે કે આ દુનિયામાં કંઈ મફતમાં મળતું નથી. કોઈએ કહ્યું કે આટલી નાની ઉંમરે બાળકો પર આ બોજ ન નાખવો જોઈએ. એક યુઝરે કમેન્ટ કરી કે આ પદ્ધતિ બાળકોનું બાળપણ છીનવી લેશે. કારણ કે તેઓ ખૂબ નાની ઉંમરે પૈસા જોશે. ત્યારે અન્ય એકે લખ્યું કે આનાથી બાળકો નાનપણમાં જ મની મેનેજમેન્ટની રીત શીખી જશે.

Back to top button