
નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર : હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર રસ્તાઓ અને ટોલ વસૂલાતના મુદ્દે જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે. 1896 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો હતો, જ્યારે તેના પર બનેલા ટોલ પ્લાઝામાંથી 8349 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવ્યા બાદ આ ચર્ચા શરૂ થઈ હતી.
મળતી માહિતી મુજબ, આજતક પરના એક કાર્યક્રમ બ્લેક એન્ડ વ્હાઇટના એક દર્શકે પત્ર મોકલીને માહિતી આપી હતી. રાજસ્થાનના જયપુરથી પત્ર લખનાર દર્શકે કહ્યું કે દિલ્હી-જયપુર હાઈવે એટલે કે NH-8 પર મનોહરપુર ટોલ પ્લાઝા છે. આ ટોલ ઘણા સમયથી વસૂલવામાં આવી રહ્યો છે. તેની કિંમત વસૂલ કરવામાં આવી છે, તે પછી પણ ટોલ બંધ કરવામાં આવી રહ્યો નથી.
આ પણ જૂઓ: ભારતે કર્યું પરમાણુ મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ, જાણો તેની ખૂબી
3 ટોલ પ્લાઝા વિશ RTI દ્વારા માહિતી માંગવામાં આવી
આ દર્શકે એ પણ જણાવ્યું કે આ નેશનલ હાઈવે પર મનોહરપુર સિવાય શાહજહાંપુર અને દૌલતપુર બે ટોલ પ્લાઝા છે. આ પછી આરટીઆઈ દ્વારા ત્રણેય ટોલ પ્લાઝાની માહિતી માંગી હતી, જેમાંથી એક આરટીઆઈનો જવાબ મળ્યો હતો.
2009થી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે
આરટીઆઈમાં, આજતકે પૂછ્યું હતું કે રાજસ્થાનમાં ગુરુગ્રામ-કોટપુતલી-જયપુરમાંથી NH-8નું નિર્માણ ક્યારે થયું અને ટોલ ટેક્સ ક્યારે લાગુ કરવામાં આવ્યો? જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે આ ટોલ પ્લાઝા પર 03-04-2009 થી ટોલ વસૂલવામાં આવે છે. આ પછી આજતકે એ પણ પૂછ્યું હતું કે રોડ બનાવવાનો ખર્ચ કેટલો થયો અને તેમાં સરકારનો કેટલો હિસ્સો હતો? કહેવામાં આવ્યું હતું કે હાઈવેના નિર્માણમાં 1896 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
હજુ પણ ટોલ પ્લાઝા દ્વારા વસૂલાત
આરટીઆઈમાં આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ રોડ પર કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે? જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે 2023 સુધી આ ટોલમાંથી 8349 કરોડ રૂપિયા એકત્ર થયા છે. ઉલ્લેખનીય છે કે આ રકમથી ગુરુગ્રામથી જયપુરને જોડતા 4 હાઈવે બનાવવામાં આવી શકે છે. તેમજ આ ટોલ પ્લાઝા આજ સુધી બંધ કરવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયા યુઝર્સ આ પ્રશ્નો પૂછી રહ્યા છે
જ્યારે આ માહિતી આજતક દ્વારા સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો તેમની પોસ્ટ દ્વારા આ સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ ભરાય છે તો પછી રસ્તા પર મુસાફરી કરવા પર દર 50 કિલોમીટરે ટોલ ટેક્સ કેમ વસૂલવામાં આવે છે? અન્ય એક યુઝરે કહ્યું કે જો આવા તમામ મોટા હાઈવેની પણ RTI દ્વારા તપાસ કરવામાં આવે તો 4 ગણા નફાના સમાન આંકડાઓ સામે આવશે.