અમદાવાદ, 06 સપ્ટેમ્બર 2024, પશ્ચિમ બંગાળના કોલકતામાં આર.જી.કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલિમાર્થી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટ 2024ના રોજ બનેલી આ ઘટનાના પડઘ સમગ્ર દેશમાં પડ્યા હતા. તબીબો દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને હડતાળ કરાઈ હતી.આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સંબોધીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગુજરાતમાં દુષ્કર્મ અને પોસ્કો કેસના ચૂકાદાના ઉદાહરણ ટાંકીને કહ્યું છે કે, મમતા દીદી માત્ર વાતો નહી પરંતુ કાર્યવાહીની જરૂર છે.
Mamta Didi, we need actions, not just words.
The POCSO Act and other laws for women’s safety are robust, but their impact depends on swift and fair action by local police. From investigation to conviction, timely justice is crucial.
Consider these cases:
Surat’s Pandesara…
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 6, 2024
મમતા દીદી વાતો નહીં કાર્યવાહીની જરૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, મમતા દીદી વાતો નહીં કાર્યવાહીની જરૂર છે. મહિલાઓની સલામતી માટે પોસ્કો કાયદો અને અન્ય કાયદાઓ મજબૂત છે પરંતુ તેમની અસર સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયી કાર્યવાહી પર આધારિત છે. તપાસથી માંડીને દોષિત ઠેરવવા સુધી, સમયસર ન્યાય નિર્ણાયક છે. તેમણે ત્રણ કેસ ઉદાહરણ સ્વરૂપે રજૂ કર્યા છે. જેમાં બે કેસ સુરતના છે અને એક કેસ ભાવનગરનો છે.
પાંડેસરા પોસ્કો કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઈ
તેમણે કેસની ટૂંકી વિગતો જણાવતા પોસ્ટમાં લખ્યું છે કે, સુરતના પાંડેસરા પોસ્કો કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને 22 દિવસમાં ફાંસીની સજા થઈ હતી. પુના પોલીસ સ્ટેશન કેસમાં દુષ્કર્મીને 32 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. 22 વર્ષની દીકરીની હત્યામાં પણ ગુજરાત પોલીસે 9 દિવસમાં આરોપપત્ર દાખલ કર્યું હતું અને 75 દિવસની અંદર ન્યાય આપવામાં આવ્યો હતો. જેમાં ખૂનીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. ભાવનગર પોસ્કો કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ દાખલ થઇ અને 52 દિવસમાં ન્યાય મળ્યો છે. પીછો કરવા અને સતામણીના કેસોમાં દોષિતોને 5 વર્ષની સજા થઇ છે.
મહિલાઓની સુરક્ષાએ મૂળભૂત માનવ અધિકાર
તેમણે એવું લખ્યું હતું કે, મહિલાઓની સુરક્ષાએ મૂળભૂત માનવ અધિકાર છે, રાજકીય મુદ્દો નથી.આપણે તાકીદ, પારદર્શિતા અને સામૂહિક જવાબદારી સાથે કામ કરવું જોઈએ. ચાલો આપણે સુનિશ્ચિત કરીએ કે આપણી માતાઓ, દીકરીઓ અને બહેનો ભય વગર જીવે. હવે કોઈ વિલંબ નહીં, કોઈ બહાનું નહીં-માત્ર તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.
આ પણ વાંચોઃગુજરાત સરકાર નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બનાવશે ખાસ પોલીસી