Paris Paralympics / પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ, ભારતના ખાતામાં 26મો મેડલ
પેરિસ- 6 સપ્ટેમ્બર : ભારતીય એથ્લેટ પ્રવીણ કુમારે શુક્રવારે મેલ હાઈ જમ્પની T64 ફાઇનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેડલ સાથે પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. કુમારે શુક્રવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 2.08 મીટરની એશિયન રેકોર્ડ જમ્પ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જેમાં દેશે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ઉત્તર પ્રદેશના નોઈડાના 21 વર્ષીય એથ્લેટ પ્રવીણ કુમાર, મરિયપ્પન થંગાવેલુ પછી પેરાલિમ્પિક હાઈ જમ્પ ઈવેન્ટ્સમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સના ડેરેક લોકિડેન્ટે 2.06 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે ઉઝબેકિસ્તાનના ટેમુરબેક ગિયાઝોવે 2.03 મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. આજની ફાઇનલ મેચમાં ટોક્યો સિલ્વર મેડલ વિજેતા પ્રવીણ કુમાર (T44) એ 2.08 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે પ્રવીણે પ્રાદેશિક અને એશિયન રેકોર્ડ પણ બનાવ્યા હતા.
T54 વર્ગમાં, તે એથલિટ ભાગ લે છે જેમનો પગ કોઈ કારણસર કાપવો પડ્યો હોય અને તેઓ કૃત્રિમ પગ સાથે ઊભા રહીને સ્પર્ધા કરે છે.
આ પણ વાંચો : સેન્સેકસ 1017 પોઈન્ટ તૂટ્યો, શેરબજારમાં રોકાણકારોના રૂ.5 લાખ કરોડ ડૂબ્યા