અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં સટ્ટાકિંગ દિપક ઠક્કરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

અમદાવાદ, 06 સપ્ટેમ્બર 2024, 2023માં પોલીસે શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલા સુમેલ બિઝનેસ પાર્કમાં રેડ પાડીને આરોપીઓ સામે ગેમ્બલિંગ એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપી દિપક ઠક્કરને તાજેતરમાં જ પોલીસે દુબઈથી ઝડપીને અમદાવાદ લાવવામાં આવ્ય હતો. તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડમાં માંગ્યા હતા. જોકે, કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. આજે આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ કેસમાં અત્યાર સુધી 35 આરોપીઓ નોંધાયા છે
વર્ષ 2023માં પોલીસે સુમેલ બિઝનેસ પાર્ક માધવપુરા ખાતે રેડ પાડીને ડમી બેન્ક એકાઉન્ટ, ગેરકાયદેસર નાણાના વ્યવહારો, 193 સીમકાર્ડ, ખોટા ભાડા કરાર, 536 જેટલા બેન્ક એકાઉન્ટ વગેરેની માહિતી મેળવી હતી. આ નેટવર્ક ઓનલાઇન જુગાર રમાડવા માટે વપરાતું હતું. તે વખતે તપાસમાં શેરબજાર અને ક્રિકેટ સટ્ટાના ગેરકાનૂની વ્યવહારો થતા હતા. રેડ દરમિયાન 7 મોબાઈલ, 536 ચેકબુક, 3 લેપટોપ અને 7 પાનકાર્ડ મળી આવ્યા હતા. વર્તમાનમાં આ કેસમાં 35 જેટલા આરોપીઓ નોંધાયેલા છે. જેમાં દુબઈથી અમદાવાદ લવાયેલો આરોપી દીપક ઠક્કર મૂળ બનાસકાંઠાનો છે. જે અમદાવાદમાં થલતેજ ખાતે રહેતો હતો. ત્યારબાદ તે દુબઈ જતો રહ્યો હતો.

ડબ્બા ટ્રેનિંગનું સર્વર આરોપીએ નેપાલી પાસેથી લીધું હતું
પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, શેરબજારના ડબ્બા ટ્રેનિંગનું સર્વર આરોપીએ સમીર ઉર્ફે નેપાલી પાસેથી લીધું હતું. આ કેસમાં ઇલેક્ટ્રીક પુરાવા હજુ મેળવવાના છે.આરોપીએ આંગડિયા પેઢી દ્વારા 43 લાખના વ્યવહારો કર્યા હતા. આ સમગ્ર રેકેટમાં 2,323 કરોડમાં વ્યવહારો થયેલા છે.આરોપી પક્ષે દલીલો કરાઇ હતી કે, FIRમાં વર્તમાન આરોપીનું નામ નથી. સમન્સમાં અમદાવાદનું એડ્રેસ હતું તો દુબઈમાં ક્યાથી મળે? આ કેસ સિકયુરિટી એન્ડ કોન્ટ્રાક્ટ એકટની સ્પેશિયલ કોર્ટમાં ચાલે તેમ છે. અહી રિમાન્ડ અરજીમાં 12 પ્રશ્નો પૂછવા માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. કેટલાક સહ આરોપીઓને જામીન મળી ચૂકયાં છે.

ડીસા અને બનાસકાંઠાના અનેક લોકોમાં અત્યારે ફફડાટ
સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપાયેલી તપાસમાં હવે દિપક ઠક્કરએ જે મિલકતો વસાવી છે. જેમાં તપાસનો રેલો ડીસા ખાતે પણ આવી શકે છે. જેમાં દીપક ઠક્કર સાથે ધંધાર્થે જોડાયેલા અનેક લોકો સામે પણ તપાસ થઈ શકે છે. તેમાં કેટલાક મોટા માથાઓ પણ ભેરવાઈ જાય તો નવાઈ નહીં. જેને લઈને ડીસા અને ભાભરમાંથી કેટલાક લોકો ભૂગર્ભ માં જતા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ડીસા માં અન્ય મિલકતો છે કે કેમ ? તે અંગે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી શકે તેવી સંભાવના વ્યક્ત કરી રહી છે. જેને લઈને અનેક લોકોમાં અત્યારે ફફડાટ પ્રસરી ગયો છે.

મોટાભાગની સંપત્તિ વતન બનાસકાંઠામાં ખરીદી
સુત્રોના જણાવ્યા પ્રમાણે દિપક ઠક્કરે ડીસા પાટણ રોડ પર સીએનજી પંપ, ડીસામાં 1200 ફૂટના ત્રણ પ્લોટ, ડીસા રાજ કમલ પાર્કમાં 1375 ફૂટ જગ્યામાં પતિ-પત્નીના નામે બંગલો, ડીસા પાલનપુર હાઈવે પર 4950 ફૂટનો પ્લોટ, ભાભર એપીએસમાં એક દુકાન, ડીસા એપીએમસીમાં એક દુકાન, ભાભરમાં ખેતીની 11 વિઘા જમીન, ડીસામાં ખેતીની 11 વિઘા જમીન, પકવાન ચાર રસ્તા પાસે 2 દુકાન, આનંદનગરમાં 2 ઓફિસ, સાયન્સ સિટી વિસ્તારમાં 3600 વારનો પ્લોટ, ભૂયંગદેવની કાલુપુર બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં લોકર ધરાવે છે, બે કાર, દુબઈમાં એક કાર પણ છે.

આ પણ વાંચોઃ સટ્ટા કિંગ દિપક ઠક્કરની પ્રોપર્ટીની તપાસમાં ડીસા અને બનાસકાંઠાના મોટા માથાં ભેરવાશે

Back to top button