શું તમે મોબાઈલને પાસે રાખીને સૂઈ જાઓ છો? તો થઈ શકે છે આ બીમારી
HD ન્યુઝ ડેસ્ક, ૬ સપ્ટેમ્બર, મોબાઈલ ફોનની લત લોકોને એવી લાગી છે કે તેઓ દિવસભર આમાં સમય વેડફે છે. રાત્રે બેડ પર સુવા જાય ત્યારે પણ મોબાઈલમાં કંઈક ને કંઇક કરતા હોય છે. રાત્રે જ્યાં સુધી મોબાઈલ હાથમાંથી પડી ન જાય ત્યાં સુધી મોબાઇલ છોડતા નથી. તે મોબાઈલ પછી પોતાની પાસે રાખીને જ સૂઈ જાય છે. પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક મનાય છે. મોબાઇલથી રેડિયેશન માથાનો દુખાવો અને માઇગ્રેનનું કારણ બની શકે છે.
મોબાઈલ ફોન રાત્રે સૂતી વખતે પોતાના માથાની નજીક રાખવાથી સ્વાસ્થ્ય પર હાનીકારક અસર થાય છે. જેમાં કેન્સર જેવી બીમારી પણ સામેલ છે. મોબાઈલ ફોનમાંથી નીકળતું રેડિએશન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. મોબાઈલ ફોન રેડિએશન ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી જોડાયેલ હોય છે. મોબાઇલ ફોનથી જે વાદળી લાઈટ નીકળે છે તેનાથી ઊંઘ આવનાર હોર્મોનને નુકશાન થાય છે.
મોબાઇલને માથાની નજીક રાખીને સૂવાથી મગજ પર ખરાબ પ્રભાવ પડે છે. જેમાં માથાનો દુઃખાવો, માંસપેશિયોમાં દર્દ સામેલ છે. સવારે ઉઠીએ ત્યારે માથું દુઃખવુ, આંખો દુઃખવી જેવા કારણો પાછળ મોબાઈલ હોય શકે છે. WHOના જણાવ્યા અનુસાર RF રેડિએશનથી મગજનું કેન્સર પણ થઈ શકે છે.
મોબાઈલ ફોનને ઓછામાં ઓછુ પોતાના બેડથી ત્રણ ફૂટ દૂર રાખીને સૂવું જોઈએ. જેથી તેના ખતરનાક રેડિએશનથી બચી શકાય છે. રાત્રે સૂતી વખતે ફોન સાયલન્ટ કરીને સૂવાની આદત રાખવી જોઈએ. રાત્રે મોબાઈલની જગ્યાએ બુક વાંચવાની આદત બનાવો.
આ પણ જૂઓ: સ્માર્ટફોનથી મગજનું થાય છે કેન્સર? WHOના લેટેસ્ટ રિપોર્ટમાં મોટો ખુલાસો