ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા હાઈકોર્ટે AMCની આકરી ઝાટકણી કાઢી

Text To Speech
  • AMCના CNCD વિભાગ દ્વારા ઢોર પકડવાની સઘન ઝૂંબેશ હાથ ધરાઈ હતી
  • ઢોર પકડવાની કામગીરી અંગેનું તમામ અપડેટ મૂકવામાં આવે છે
  • CNCD વિભાગના કર્મચારીઓ દ્વારા ‘પેપર ફોડી નાખીને’ માહિતી ‘લીક’ કરાતી હોવાની શક્યતા

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા હાઈકોર્ટે AMCની આકરી ઝાટકણી કાઢી છે. આખું તંત્ર રખડતા ઢોર પકડવા તૈનાત પણ બધી માહિતી ‘લીક’ થાય છે. શહેરમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા અને સર્જાતા નાના-મોટા અકસ્માતોને ગંભીરતાથી લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી AMCના CNCD વિભાગ દ્વારા ઢોર પકડવાની સઘન ઝૂંબેશ હાથ ધરાઈ હતી અને હવે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નહિવત થઈ ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: અંબાજી ગબ્બર પર ફરી રીંછના આંટાફેરા, લાખો યાત્રિકોની સુરક્ષા સામે સવાલ

CNCD વિભાગના કર્મચારીઓ દ્વારા ‘પેપર ફોડી નાખીને’ માહિતી ‘લીક’ કરાતી હોવાની શક્યતા

પરંતુ રખડતા ઢોર પકડવા અંગે ફરિયાદ કરવામાં આવ્યા પછી ઢોર પકડવાની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં CNCDની ટીમ ક્યારે જશે, ક્યાં જશે, કેટલા વાગ્યે જશે, વગેરે માહિતી ‘લીક’ થઈ જતી હોવા અંગે આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરે કરેલી ફરિયાદને ગંભીર ગણીને AMC કમિશનર એમ.થેન્નારસને આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. CNCD વિભાગના કર્મચારીઓ દ્વારા ‘પેપર ફોડી નાખીને’ માહિતી ‘લીક’ કરાતી હોવાની શક્યતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ઢોર પકડવાની કામગીરી અંગેનું તમામ અપડેટ મૂકવામાં આવે છે

મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કડક કામગીરીના આપેલા આદેશ બાદ દરેક ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની સાથે CNCD વિભાગના HOD અને અધિકારીઓ તેમજ કર્મચારીઓનું એક વોટ્સ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં ઢોર પકડવાની કામગીરી અંગેનું તમામ અપડેટ મૂકવામાં આવે છે. વોટ્સ અપ ગ્રુપમાં જે માહિતી મૂકવામાં આવે છે અને ઢોર પકડવા જાય તેની પહેલાં જ તમામ માહિતી પશુપાલકો સુધી મળી જતી હોવાની જાણકારી પૂર્વ વિસ્તારના એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવી હતી. જ્યારે ઢોર પકડવા જાય તે પહેલા જ પશુમાલિકો ઘટનાસ્થળે પહોંચી જાય છે અને ગાડીની જોડે જોડે ફરતા હોય છે.

Back to top button