ગુજરાત: અંબાજી ગબ્બર પર ફરી રીંછના આંટાફેરા, લાખો યાત્રિકોની સુરક્ષા સામે સવાલ
- રીંછ આવતા સિક્યુરિટી ગાર્ડમાં ભયનો માહોલ જોવા મળ્યો
- 14 ઓગસ્ટના રોજ જોવા મળ્યું હતું રીંછ
- અંધારામાં રીંછ ગબ્બરના પગથીયા પાસે દેખાયું
ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ગબ્બર પર ફરી રીંછના આંટાફેરા જોવા મળ્યા છે. જેમાં લાખો યાત્રિકોની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ માતાજીના ગબ્બર પાસે સીડીઓ ઉતરવાના રસ્તા ઉપર રીંછ જોવા મળ્યું હતું. લાખો યાત્રિકોની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. થોડા જ દિવસો બાદ ભાદરવી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગબ્બર આસપાસ આંટાફેરા કરતું રીંછ જોવા મળ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું
રીંછ આવતા સિક્યુરિટી ગાર્ડમાં ભયનો માહોલ જોવા મળ્યો
અંબાજીના ગબ્બર ખાતે 14 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે રીંછ જોવા મળ્યો હતું. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વતના 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર 15 ઓગસ્ટના રાત્રીના સમયે સતત બીજા દિવસે પણ રીંછ આવ્યું હતું. 51 શક્તિપીઠ પરિક્રમાના મંદિર ખાતે પરિક્રમા પથ ઉપર રીંછના આંટાફેરા થતા જોવા મળ્યા હતા. ઓગસ્ટમાં રાત્રિના સમયે અંબાજીના ગબ્બર ખાતે રીંછ આવતા સિક્યુરિટી ગાર્ડમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો સાથે સાથે દર્શનાર્થે આવતા માઈ ભક્તોની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
આ વિસ્તારમાં ગબ્બર બાલારામ અભયારણ આવેલું છે
ગબ્બર ખાતે દિવસે માઈ ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા કરે છે અને આ વિસ્તારમાં અનેકો જંગલી જાનવરો વસવાટ કરે છે. આ વિસ્તારમાં ગબ્બર બાલારામ અભયારણ આવેલું છે. જેથી આ વિસ્તારમાં રીંછ સહિત અનેકો જંગલી જાનવરો વસવાટ કરે છે. ગઈકાલે રાત્રે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા રીંછ દેખતા વીડિયો બનાવવા આવ્યો હતો અને આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.