હરિયાણામાં ભાજપ નેતાઓમાં રાજીનામાનો દૌર ચાલુ, 50 લોકોએ એકસાથે છોડી પાર્ટી
હરિયાણા, 5 સપ્ટેમ્બર: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી આવી ગઈ છે. પ્રથમ યાદી બહાર આવી ત્યારથી ઘણા નેતાઓએ બળવાખોર વલણ અપનાવ્યું છે. આ દરમિયાન ઘણા નેતાઓએ રાજીનામા પણ આપ્યા છે. ગુરુવારે, BJP બિઝનેસ સેલના રાજ્ય કન્વીનર નવીન ગોયલે પાર્ટીના 50 થી વધુ પદાધિકારીઓ સાથે પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું. ગોયલ ગુરુગ્રામ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટની માંગ કરી રહ્યા હતા.
હવે શું પ્લાન છે?
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ભાજપે ગુરુગ્રામ વિધાનસભા સીટ માટે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. અહીંથી ભાજપે મુકેશ શર્માને ટિકિટ આપી છે. ભાજપની યાદી બહાર આવ્યા પછી, ગુરુગ્રામ વિધાનસભા બેઠક પરથી ટિકિટની આશા રાખતા વેપારી મંડળના રાજ્ય સંયોજક નવીન ગોયલને આંચકો લાગ્યો અને તેમણે પક્ષના 50 થી વધુ પદાધિકારીઓ સાથે પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું. રાજીનામાની સાથે નવીન ગોયલે બળવો પણ જાહેર કર્યો છે અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બુધવારે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી બહાર આવ્યા બાદ હરિયાણા ભાજપમાં હલચલ મચી ગઈ છે. ગુરુવારે ગુરુગ્રામના પચાસ નેતાઓ ઉપરાંત હરિયાણા સરકારના મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા ટિકિટ નકારવાને કારણે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. ભાજપે શુક્રવારે જાહેર કરેલી યાદીમાં 9 ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે.
કોને ક્યાંથી ટિકિટ મળી?
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની રાજ્યની લાડવા બેઠક પરથી ચૂંટણી લડશે. આ સિવાય હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજને અંબાલા કેન્ટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્ઞાનચંદ ગુપ્તાને પંચકુલાથી અને કંવર પાલ ગુર્જરને જગાધરીથી ટિકિટ મળી છે.
આ પણ વાંચો :પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટને તેના બોયફ્રેન્ડે પેટ્રોલ નાખીને સળગાવી, થયું કરૂણ મૃત્યુ