ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

4 સૈન્ય જવાનોએ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યા, સિલ્ક રૂટ પર પેડોંગથી જુલુક જતી વખતે થયો અકસ્માત

Text To Speech

પશ્ચિમ બંગાળ, 05 સપ્ટેમ્બર: પશ્ચિમ બંગાળના પાક્યોંગ જિલ્લામાં સૈન્યના વાહનનો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર જવાનોના નિધન થયા હતા. સેનાનું વાહન પેડોંગથી સિલ્ક રૂટ થઈને જુલુક જઈ રહ્યું હતું. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં શહીદ થયેલા જવાનોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ, મણિપુરના કારીગર ડબલ્યુ પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે થંગાપાંડીનો સમાવેશ થાય છે.

અકસ્માત અંગે માહિતી આપતા ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવર સહિત તમામ મૃતક સેનાના જવાનો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટના હતા.

ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાની ટ્રક પશ્ચિમ બંગાળના પેડોંગથી સિલ્ક રૂટ થઈને સિક્કિમના જુલુક જઈ રહી હતી. આ દરમિયાન સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં ટ્રક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રકની સ્પીડ વધુ હતી જેના કારણે આ અકસ્માત થયો હતો.

ભારતીય સેના દ્વારા શહીદના પાર્થિવ દેહને તેમના પૈતૃક ઘરે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ સૈનિકોના ઘર અને ગામડાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા: માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું કરાયુ લોકાર્પણ

Back to top button