ટ્રેન્ડિંગમનોરંજન

થલપતિ વિજયની ફિલ્મ GOATને જબરજસ્ત પ્રતિસાદ, ફેન્સે કહ્યું, બોક્સ ઓફિસ હીરો

Text To Speech
  • થલપતિ વિજયની ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ’ (GOAT) એ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરતા થાકતા નથી

5 સપ્ટેમ્બર, ચેન્નઈઃ  સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ’ (GOAT) 5 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. એક્શન ડ્રામા GOAT આ વર્ષની મચ અવેઈટેડ ફિલ્મોમાં સામેલ હતી. GOATને ચાહકો અને ફિલ્મ વિવેચકો તરફથી ખૂબ જ સારોપ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ફિલ્મે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે. લોકો કહી રહ્યા છે કે જો તમે પણ વિજયના ફેન હો તો તેની આ ફિલ્મ મિસ ન કરતા.

આવી છે યુઝર્સની પ્રતિક્રિયાઓ

એક યુઝરે લખ્યું છે કે, ‘તમારે #TheGreatestOfAllTime જોતા પહેલા કોઈ ફિલ્મ જોવાની જરૂર નથી, બસ આવો અને મજા કરો!! આ ફિલ્મમાં બધું એકસાથે જોવા મળશે !!! ચાલો થિયેટરોમાં #Thalapathy મૂવીના રિલીઝની ઉજવણી કરીએ!! #GOAT અહીં છે!!!’

એક યુઝરે લખ્યું છે ફિલ્મ 100થી 120 કરોડની કમાણી તો કરી જ લેશે. આ તો બોક્સ ઓફિસ પર ધમાકો છે અને વિજય બોક્સ ઓફિસનો હીરો છે.

અન્ય એક યુઝરે ફિલ્મના ફર્સ્ટ અને સેકન્ડ હાફની પ્રશંસા કરી અને તેને ‘બ્લોકબસ્ટર’ ગણાવી છે. એક યૂઝરે તો ત્યાં સુધી કહી દીધું કે, હું આનાથી વધુ કોઈ ફિલ્મ જોઈને ક્યારેય ખુશ થયો નથી.

GOATની ટીમને અભિનંદન આપતાં, અન્ય યુઝરે લખ્યું, ‘@vp_offl આ વર્ષે તમારી ફિલ્મ #GOAT વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે. The Greatest of All Time બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચશે. @archanakalpathi પ્રોડક્શન ટીમને ધન્યવાદ

આ પણ વાંચોઃ call me Baeના સ્ક્રિનિંગમાં કાર્તિક આર્યને એક્સ સારાને જોતા જ કર્યું હગ, સુહાના સાથે કોણ દેખાયું?

Back to top button