Instagramમાં આવ્યું અદ્ભુત ફીચર, પોસ્ટની જેમ સ્ટોરીમાં પણ થઈ શકશે કમેન્ટ
સિલિકોન વેલી, ૫ સપ્ટેમ્બર, Instagram એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે. લાખો વપરાશકર્તાઓ દરરોજ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામને ફોટો શેરિંગ એપ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું, હવે આ એપ પર રીલ્સનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ઇન્સ્ટાગ્રામે એક નવું ફીચર બહાર પાડ્યું છે, જેના પછી યુઝર્સ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કોમેન્ટ કરી શકશે. અત્યાર સુધી યુઝર્સ માત્ર સ્ટોરીનો જ જવાબ આપી શકતા હતા, પરંતુ હવે તેમને કોમેન્ટ કરવાનો વિકલ્પ પણ મળશે.
Instagram એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે. ત્યારે હવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને રીલ્સને વધુ રસપ્રદ બનાવવા માટે સતત નવા ફીચર્સ એડ કરી રહ્યું છે, હવે કંપનીએ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. Instagram હવે તમને સ્ટોરી પર પોતાની પ્રતિક્રિયા આપી શકો છો એટલે કે કમેન્ટ્સ લખવાનો વિકલપ મળી શકે છે. અત્યાર સુધી યુઝર્સને સ્ટોરીઝ પર કોમેન્ટ કરવા પર ડાયરેક્ટ મેસેજ મળતા હતા. અને સીધા વપરાશકર્તા પાસે મેસેજ જતા હતા. કમેન્ટ્સ સાર્વજનિક રહેશે. તાજેતરના સમયમાં, લોકોએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો ઉપયોગ વધાર્યો છે, જેના કારણે કંપનીએ આ ફીચર ઉમેર્યું છે. આ દર્શાવે છે કે ઇન્સ્ટાગ્રામ યુઝર એંગેજમેન્ટ વધારવા પર કામ કરી રહ્યું છે.
ઇન્સ્ટાગ્રામે આ ફીચર પર લિમિટ પણ લગાવી
ઇન્સ્ટાગ્રામે સ્ટોરી સેક્શનમાં કોમેન્ટ કરવાની પરવાનગી આપી છે. જે રીતે યુઝર્સ અત્યાર સુધી પોસ્ટ પર કોમેન્ટ કરી શકતા હતા તેવી જ રીતે હવે યુઝર્સ સ્ટોરી પર પણ કોમેન્ટ કરી શકશે. આ ફીયરની સૌથી ખાસ વાત એ છે કે તમામ યુઝર્સ કોઈની સ્ટોરી પર કોઈપણ યુઝર દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ જોઈ શકશે. ઇન્સ્ટાગ્રામે આ ફીચર પર લિમિટ પણ લગાવી છે. સ્ટોરી સેક્શનમાં કરવામાં આવેલી કોમેન્ટ ફક્ત 24 કલાક માટે જ દેખાશે. જો હાઇલાઇટ્સમાં સ્ટોરી ઉમેરો, તો તેમાં કરવામાં આવેલી કોમેન્ટ હાઇલાઇટ્સમાં પણ દેખાશે.
ઇન્સ્ટાગ્રામના પ્રવક્તા એમિલી નોર્ફોકે કહ્યું કે વપરાશકર્તાઓ પાસે આ કોમેન્ટ બંધ કરવાનો વિકલ્પ હશે. માત્ર તે જ યુઝર્સ જેઓ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે તે સ્ટોરી પર કોમેન્ટ કરી શકે છે. આનો અર્થ એ છે કે દરેક જણ તમારી સ્ટોરી પર કોમેન્ટ કરી શકશે નહીં. આ વર્ષની શરૂઆતમાં, ઇન્સ્ટાગ્રામે એક નવું ફીચર ડિસપેયરિંગ નોટ્સ ઉમેર્યું હતું, જે ગ્રીડ પોસ્ટ્સ અને રીલ્સ પર દેખાય છે.
ઇન્સ્ટાગ્રામે એ DMs માં Cutouts નામનું બીજું શાનદાર ફીચર બહાર પાડયું છે. હવે તમે કોઈપણ ફોટો અથવા વિડિયોનું કટઆઉટ લઇ શકો છો અને તેને ચેટમાં શેર કરી શકો છો. અત્યાર સુધી આ સુવિધા માત્ર સ્ટોરી સેક્શનમાં માટે જ ઉપલબ્ધ હતી. હવે યુઝર્સ ફોટો-વિડિયોનું કટઆઉટ લઈ DMમાં મોકલી શકશે. ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના યુઝર્સ માટે બર્થ ડે નોટ્સ ફીચરની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં આ ફીચર હજુ સુધી રોલઆઉટ કરવામાં આવ્યું નથી. કંપની તેને ટૂંક સમયમાં રિલીઝ કરશે. આ ફીચર દ્વારા ખાસ જન્મદિવસના દિવસે ઇન્સ્ટાગ્રામ નોટ પર જન્મદિવસની ટોપી પહેરેલ ફોટો દેખાશે.
આ પણ વાંચો..Samsung Galaxy A06 ભારતમાં લૉન્ચ થયો, કિંમત હશે તમારા ખિસ્સા મુજબ