ટ્રેન્ડિંગવર્લ્ડ

યુક્રેન યુદ્ધ ખતમ કરાવવા ભારતની મોટી ભૂમિકા, અમેરિકાને પીએમ મોદી પર ભરોસો

Text To Speech

નવી દિલ્હી – 5 સપ્ટેમ્બર :     જો ભારત ઇચ્છે તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસને પણ વિશ્વાસ છે કે ભારત યુક્રેન યુદ્ધને રોકી શકે છે. પ્રમખ જો બાઈડન સહિત અન્ય અમેરિકન નેતાઓને પીએમ મોદીની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે રશિયા અને યુક્રેનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જો બાઈડને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાની મુલાકાત બાદ યુક્રેન ગયા હતા. આ પછી અમેરિકી પ્રમુખ જો બાઈડને મોદી સાથે ફોન પર વાત કરી હતી.

કિર્બીને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને લાગે છે કે ભારત યુદ્ધ ખતમ કરવામાં ભૂમિકા ભજવી શકે છે. “કોઈપણ દેશ જે આ યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે તૈયાર છે અને પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સકીના વિશેષાધિકાર, યુક્રેનિયન લોકોના વિશેષાધિકારો, ન્યાયી શાંતિ માટેની તેમની યોજનાને ધ્યાનમાં રાખીને આમ કરે છે,” કિર્બીએ કહ્યું અમે ચોક્કસપણે તેમની ભૂમિકાને આવકારીશું.

અમેરિકાને ભારત પાસેથી આશા છે
તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત શાંતિ રક્ષામાં ભૂમિકા ભજવી શકે છે, વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું, ‘અમે આવી આશા રાખીએ છીએ’ બાઈડને ફોન પર વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીની પોલેન્ડ અને યુક્રેનની ઐતિહાસિક મુલાકાતો માટે તેમની પ્રશંસા કરી, જે આટલા દશકોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી મુલાકાત હતી. તેમણે યુક્રેનમાં શાંતિ સ્થાપના અને માનવીય મદદ માટે તેમણે આપેલા સંદેશાની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : કોલકાતા કાંડ : મૃતક તબીબના પિતાનો કોલકાતા પોલીસ ઉપર મોટો આરોપ

Back to top button