ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCનું ઓન સ્ટ્રીટ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઇ જવાની પોલિસી પર કામ શરૂ

Text To Speech
  • આડેધડ વાહન પાર્ક કરતાં લોકોને પાર્કિંગ સુધી લઇ સિસ્ટમ ડેવલપ
  • NOC મળતા ચોમાસા બાદ વાહન પાર્કિંગ માટે પીળા પટ્ટા મારવામાં આવશે
  • આડેધડ પાર્કિંગને ટાળવા માટે એએમસી દ્વારા વેન્ડિંગ પોલિસી

અમદાવાદમાં AMCનું ઓન સ્ટ્રીટ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઇ જવાની પોલિસી પર કામ શરૂ થયુ છે. જેમાં શહેરમાં 62માંથી 31રોડ પર છ મહિના સુધી ફ્રી પાર્કિંગ પછી AMC ખિસ્સા ખંખેરશે. ટ્રાફિક પોલીસની એનઓસી મળતા રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યાથી છૂટકારો મળશે. ચોમાસા બાદ પાર્કિંગ સ્થળે પીળા પટ્ટા દોરાશે, પાર્કિંગ માટે રોડની સંખ્યા પણ સમયાંતરે વધશે.

આ પણ વાંચો: ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા જાણો કયા છે ભારે વરસાદની આગાહી 

આડેધડ પાર્કિંગને ટાળવા માટે એએમસી દ્વારા વેન્ડિંગ પોલિસી

શહેરમાં 44 લાખથી વધુ વાહનો છે, ત્યારે રસ્તા પર થતાં આડેધડ પાર્કિંગને ટાળવા માટે એએમસી દ્વારા વેન્ડિંગ પોલિસીની સાથેસાથે ઓન સ્ટ્રીટ એટલે, કે રસ્તા પર જ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઈ જવાની પોલિસી પર આયોજન શરૂ થઇ ગયું છે. જેના માટે મ્યુનિ.એ શહેરમાં પાર્કિંગ માટે ઉપોયગ કરી શકાય તેવા હાલ 62 રસ્તાની પસંદગી કરી ટ્રાફિક પોલીસ વિભાગને NOC માટે મોકલી આપ્યા હતા. જેમાંથી 31 રોડને ટ્રાફિક પોલીસની NOC મળતા ચોમાસા બાદ વાહન પાર્કિંગ માટે પીળા પટ્ટા મારવામાં આવશે. જેના પર છ મહિના સુધી વાહનનું ફ્રી પાર્કિંગ કરવા દેવાશે. ત્યારબાદ પે એન્ડ પાર્કના બોર્ડ મારી ચાર્જ વસૂલાશે. આ ચાર્જ સામાન્ય રહેશે તેવો તંત્રે દાવો કર્યો છે. અમદાવાદમાં આવા પાર્કિંગ માટેના વિવિધ રોડની સંખ્યા સરવે થયા પછી વધશે.

આડેધડ વાહન પાર્ક કરતાં લોકોને પાર્કિંગ સુધી લઇ સિસ્ટમ ડેવલપ

મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીએ કહ્યું કે, ભવિષ્યમાં પે પાર્કિંગ વખતે ચાર્જ કેટલો હશે?, ચાર્જ કેવી રીતે વસૂલાશે? તે અંગે હાલ કહી શકાય નહીં. વાહન પાર્કિંગનો ચાર્જ સામાન્ય નાગરિકને પોસાય તે રીતે જ નક્કી કરાશે. મેન પાવરની જરૂર પડે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવાનું પણ આયોજન છે. મૂળ રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતાં લોકોને પાર્કિંગ સુધી લઇ જવા માટે મ્યુનિ.સમગ્ર સિસ્ટમ ડેવલપ કરી રહી છે.

Back to top button