ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘બુલડોઝર ચલાવવા માટે બુલડોઝર જેવી ક્ષમતા હોવી જોઈએ…’ અખિલેશ પર CM યોગીનો વળતો પ્રહાર

  • રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો બુલડોઝર ગોરખપુર તરફ આગળ વધી જશે: અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશ, 4 સપ્ટેમ્બર: ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે અખિલેશ યાદવના બુલડોઝર નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. સીએમ યોગી આદિત્યનાથે અખિલેશ યાદવના “સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો બુલડોઝર ગોરખપુર તરફ ફેરવી દેશું”ના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, બુલડોઝર પર દરેક વ્યક્તિના હાથ “ફીટ” થઈ શકતા નથી અને જેઓ હુલ્લડ કરનારાઑ સામે નાક રગડે છે તેઓ બુલડોઝરની સામે ધ્વસ્ત થઈ જશે. CM યોગીએ અખિલેશ યાદવ, તેમના કાકા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ યાદવની તુલના ‘વરુ’ સાથે કરી અને આરોપ લગાવ્યો કે, 2017 પહેલા ‘કાકા-ભત્રીજાઓ’ સરકારી નોકરીના નામે પૈસા પડાવતા હતા.

અખિલેશે મંગળવારે લખનઉમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે, 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જશે અને રાજ્યમાં સમાજવાદી સરકાર બનતા જ સમગ્ર રાજ્યનું બુલડોઝર ગોરખપુર તરફ આગળ વધી જશે.

અખિલેશ-શિવપાલ પર સીએમ યોગીનો ટોણો

સીએમ યોગીએ કહ્યું કે, “જે રીતે કેટલાક માનવભક્ષી વરુઓ જુદા જુદા જિલ્લાઓમાં પાયમાલી મચાવી રહ્યા છે, તે જ રીતે 2017 પહેલા રાજ્યમાં પણ આ જ સ્થિતિ હતી અને આ લોકો તે સમયે પાયમાલી મચાવી રહ્યા હતા.” સીએમ યોગીએ ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન કમિશન દ્વારા ભરતી પ્રક્રિયા હેઠળ નિયુક્ત 1334 જુનિયર એન્જિનિયર, કમ્પ્યુટર અને ફોરમેન કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા બાદ તેમના નિવેદન માટે સપાના વડા અખિલેશ યાદવની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિના હાથ બુલડોઝર પર બેસી શકતા નથી; તેના માટે હૃદય અને દિમાગ બંનેની જરૂર હોય છે. બુલડોઝર ચલાવવાની ક્ષમતા અને નિશ્ચય હોય તે જ તેને ચલાવી શકે. જે લોકો તોફાનીઓ સામે નાક રગડે છે તેઓ બુલડોઝર સામે એ જ રીતે હારશે.”

બુલડોઝરવાળા નિવેદન પર અખિલેશને ફટકાર

અખિલેશ યાદવે મંગળવારે લખનઉમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે, “2027ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જશે અને રાજ્યમાં સમાજવાદી સરકાર બનતા જ સમગ્ર રાજ્યનું બુલડોઝર ગોરખપુર તરફ આગળ વધી જશે.” જે બાદ સીએમ યોગીએ અખિલેશના નિવેદન પર ટીપુનું હુલામણું નામ લઈને કહ્યું હતું કે, જેમણે 2017 પહેલા રાજ્યને લૂંટ્યું હતું, આજે જ્યારે તેમના સપના બરબાદ થઈ ગયા છે, ત્યારે હવે ટીપુ પણ સુલતાન બનવાના સપના જોઈ રહ્યા છે .

યુવાનોના ભવિષ્ય સાથે રમત: યોગી 

સીએમ યોગીએ કહ્યું કે, “તમે જોયું જ હશે કે 8-10 વર્ષ પહેલા એક સિરિયલ રિલીઝ થઈ હતી, મુંગેરીલાલ કે હસીન સપને… તેવી જ રીતે, આ લોકોને સપના જોવાની આદત છે, કારણ કે જ્યારે જનતાએ તેમને તક આપી હતી ત્યારે તેમને યુવાઓના ભવિષ્ય સાથે રમત રમવામાં કોઈ સંકોચ નહોતો.” તેમણે આગળ કહ્યું કે, “હું જોઈ રહ્યો છું કે હાલમાં કેટલાક માનવભક્ષી વરુઓ અલગ-અલગ જિલ્લાઓમાં પાયમાલી મચાવી રહ્યા છે. રાજ્યમાં વર્ષ 2017 પહેલા આ સ્થિતિ હતી. આ લોકો તે સમયે ખૂબ વિનાશ મચાવી રહ્યા હતા. તેમના રિકવરી એરિયા પણ વિભાજિત કરવામાં આવ્યા છે.”

આ પણ જૂઓ: હરિયાણા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જૂઓ સંપૂર્ણ યાદી

Back to top button