હરિયાણા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જૂઓ સંપૂર્ણ યાદી
- રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને લાડવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા
નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર: ભાજપે આજે બુધવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 67 નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને લાડવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે અનિલ વિજને અંબાલા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગુહાના સીટ પરથી અરવિંદ શર્માને ટિકિટ મળી છે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. હરિયાણાની તમામ 90 સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો આવશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીના ગઠબંધને રાજ્ય સરકારની રચના કરી હતી. ભાજપ પાસે 40 બેઠકો છે, કોંગ્રેસ પાસે 31 બેઠકો છે અને અપક્ષ/અન્ય પાસે 19 બેઠકો છે. અગાઉ 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની હતી અને પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થવાનું હતું. પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો હતો.’
જૂઓ સંપૂર્ણ યાદી
આ પણ જૂઓ: VIDEO: PM મોદીએ ફરી એકવાર વગાડ્યો ઢોલ, સિંગાપોરમાં બતાવ્યું પોતાનું કૌશલ્ય