ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા પાલિકાના વિવાદ બાબતે ભાજપે સભ્યોની રજૂઆત સાંભળી

Text To Speech

પાલનપુર, 04 સપ્ટેમ્બર 2024, ડીસા નગરપાલિકામાં ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ અંગે નગરપાલિકા પ્રમુખને હટાવવા એક જૂથના સભ્યોએ રાજીનામાં આપતા ભાજપ મોવડી મંડળ દ્વારા નિરીક્ષકો મોકલી દરેક સભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા પાર્ટીના મોવડી મંડળ સમક્ષ રિપોર્ટ રજૂ કરાશે જેના આધારે પાર્ટી દ્વારા આગામી પગલા લેવાશે.

કુલ 21 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા
ભાજપ શાસીત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપના જ સભ્યો વચ્ચે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છ. જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા ભાજપનું જ એક જૂથ છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યું છે. જેમાં તાજેતરમાં જ પાલિકા પ્રમુખથી નારાજ પાલિકાના ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનો તેમજ અન્ય સભ્યો મળી કુલ 21 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા.

પ્રમુખ હોદ્દા ઉપર રહેશે કે કેમ તે અંગેનું ભાવી નિશ્ચિત થશે
જે બાબતે ભાજપ મોવડી મંડળ સમક્ષ જતા મોવડી મંડળ દ્વારા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખો ગોરધનભાઈ ઝડફિયા અને કૌશલ્યા કુંવરબાને નિરીક્ષક તરીકે મોકલતા બંનેએ આજે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ સભ્યોની વોર્ડ વાઈઝ અલગ અલગ બેઠક યોજી રજૂઆત સાંભળી હતી. નિરીક્ષકો દ્વારા તમામ સભ્યોની રજૂઆતો સાંભળ્યા બાદ પાર્ટી સમક્ષ રિપોર્ટ મોકલવામાં આવશે. જેના આધારે આગામી સમયમાં પાલિકા પ્રમુખ હોદ્દા ઉપર રહેશે કે કેમ તે અંગેનું ભાવી નિશ્ચિત થશે.

આ પણ વાંચોઃબનાસકાંઠા: કાંકરેજના ખેડૂતે હળદર પાકમાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતીની પહેલ કરી

Back to top button