ઘોર કળયુગ: ઈન્ટરનેટ આપવાની ના પાડતા બેન્ક મેનેજરની કરી હત્યા
પુણે, 4 સપ્ટેમ્બર, રાજ્યમાં દિવસે અને દિવસે લોકો નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જઈને મારા મારી અને હત્યા જેવા ગુના કરવા પર આવી જતાં હોય છે ત્યારે વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાં બની છે. અહીં મોબાઈલ હોટ સ્પોટના વિવાદમાં બેંક મેનેજરની હત્યા કરવામાં આવી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓમાંથી 3 સગીર છે. મોબાઈલ હોટ સ્પોટ ન આપવા બાબતે ઝઘડો થયો હતો, જેના કારણે સગીર ગુનેગારોએ તીક્ષ્ણ હથિયાર વડે બેંક મેનેજરની હત્યા કરી નાખી હતી.
વધુ એક ચોંકાવનારો હત્યાનો મામલો સામે આવ્યો છે પુણેના હડપસર વિસ્તારમાં અજાણ્યા લોકો સાથે તેના મોબાઇલ હોટસ્પોટ કનેક્શનને શેર કરવાનો ઇનકાર કર્યા પછી 47 વર્ષીય વ્યક્તિની રોડ પર કથિત રીતે છરી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી છે. એક અધિકારીએ જણાવ્યું હતું. કે, રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ સગીરોની અટકાયત કરવામાં આવી હતી. પીડિતની ઓળખ લોન એજન્ટ વાસુદેવ રામચંદ્ર કુલકર્ણી તરીકે થઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હુમલામાં સગીરો પણ સામેલ હતા.
જાણો સમગ્ર મામલો
વાસુદેવ ખાનગી બેંકમાં કર્મચારી હતા. રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે જ્યારે તે ફરવા માટે નીકળ્યા ત્યારે ફૂટપાથ પર રાહ જોઈ રહેલા સગીરોએ તેના મોબાઈલની હોટ સ્પોટ કરવાનું કહ્યું, પરંતુ વાસુદેવે તેમને ના પાડી હતી અને આ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી બધા છોકરાઓ વાસુદેવ સાથે દલીલ કરવા લાગ્યા. આરોપી છોકરાઓએ ગેરવર્તણૂક કરી અને વિવાદની વચ્ચે મયુર ભોંસલે અને અન્ય ત્રણ સગીરોએ વાસુદેવને તીક્ષ્ણ હથિયાર વડે મોઢા પર મારીને તેની હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
હડપસર પોલીસે હત્યાના આરોપમાં મયુર ભોસલેની ધરપકડ કરી છે. આ ઉપરાંત હુમલામાં સામેલ અન્ય ત્રણ સગીર આરોપીઓ સામે પણ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ હુમલામાં વાસુદેવનો ચહેરો વિકૃત થઈ ગયો હોવાની માહિતી મળી છે. વાસુદેવ ફૂટપાથ પર લોહીથી લથબથ પડ્યા હતા. આ અંગે એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જે બાદ હડપસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વાસુદેવના મોબાઈલ ફોન પરથી તેના ઘરે ફોન કર્યો હતો. વાસુદેવને સાસૂન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર પહેલા જ તેનું મૃત્યુ થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો..24 કલાકમાં માત્ર 30 મિનિટ જ સુવે છે આ વ્યક્તિ, સુપર એક્ટિવ રહેવાનું જણાવ્યું રહસ્ય