ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

શિખર ધવને નિવૃત્તિ બાદ શરૂ કર્યું નવું કામ, આ રીતે લોકોને કરશે સ્વસ્થ

  • ગયા મહિને શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી 

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ગયા મહિને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. એ પણ સ્પષ્ટ થઈ ગયું કે, તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમતા જોવા નહીં મળે. ધવનની નિવૃત્તિ પછી, ફિટનેસ હજુ પણ તેના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ પાસું છે. શિખર ધવને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું છે, જેના કારણે તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે. હવે નિવૃત્તિ બાદ પણ તે પોતાની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે, જેમાં તેણે વર્લ્ડ ન્યુટ્રિશન વીક અંગે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં શિખર ધવને ચાહકોને ઘરના ભોજનના મહત્ત્વ વિશે જણાવ્યું છે. શિખર ધવને તેના તમામ ફોલોઅર્સને તેમના ફૂડ ઓપ્શન્સ વિશે વિચારવાનો મેસેજ આપ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

ગબ્બરનો ખોરાક, ઘરનો ખોરાક

શિખર ધવને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં, તે રાજમા ચાવલ, બાફેલા ઈંડા અને સલાડનો સમાવેશ કરતું ફૂડ ખાતા જોવા મળે છે. ધવને પોસ્ટમાં આ ફોટો સાથે એક કેપ્શન પણ શેર કર્યું છે જેમાં તેણે લખ્યું છે, ‘દેશી મુંડા તે દેશી ખાના.’ આ પોસ્ટ દ્વારા શિખર ધવને પોતાની શાનદાર ફિટનેસનું રહસ્ય તમામ ફેન્સ સાથે શેર કર્યું છે. જેમાં તેણે ચાહકોને એવો મેસેજ પણ આપ્યો છે કે, “ઘરે બનાવેલો ખોરાક પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે.” પોતાની પોસ્ટ દ્વારા, ધવને તેના તમામ ફોલોઅર્સને તેમની ફૂડ પસંદગીઓ વિશે વિચારવા માટે પણ વિનંતી કરી છે. સખત તાલીમ સાથે, યોગ્ય આહાર પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આમાં ઘરના રાંધેલા ખોરાકને પોતાની દિનચર્યામાં સામેલ કરવાના મહત્ત્વ વિશે પણ વાત કરી છે.

શિખર ધવનની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી 

શિખર ધવનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગબ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે લાંબા સમયથી ભારતીય ટીમ માટે ઓપનિંગની મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 2013માં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે શિખર ધવને ઓપનર તરીકે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેનું બેટ ICC ટૂર્નામેન્ટમાં પણ જોરદાર ચાલતું જોવા મળ્યું છે. ધવનના નામે વનડેમાં 17 સદીની ઇનિંગ્સ છે, જ્યારે તેણે ટેસ્ટમાં 7 સદી ફટકારી છે. હવે નિવૃત્તિ બાદ શિખર ધવન 20 સપ્ટેમ્બરથી શરૂ થનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગુજરાતની ટીમ તરફથી રમતા જોવા મળશે.

આ પણ જૂઓ: રાહુલ દ્રવિડ ફરી હેડ કોચ બન્યા, IPLમાં આ ટીમને આપશે કોચિંગ

Back to top button