ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અર્પિતા મુખર્જી પાસેથી મળેલી રોકડ મારી નથીઃ પાર્થ ચેટર્જી

Text To Speech

પશ્ચિમ બંગાળમાં કથિત શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાર્થ ચેટર્જીની સહાયક અર્પિતા મુખર્જીના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDએ અર્પિતા મુખર્જીના બે ઘરમાંથી લગભગ 50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. EDએ અભિનેત્રી અર્પિતાના ઘરેથી પણ સોનું જપ્ત કર્યું હતું. આ અંગે હવે બંગાળના બરતરફ મંત્રી પાર્થ ચેટર્જીએ દાવો કર્યો છે કે આ રૂપિયા તેમના નથી.

partha-chatterjee

EDએ આ મહિનાની શરૂઆતમાં પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી. બંને હાલમાં 3 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં છે. પાર્થ ચેટરજીને બંગાળ કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. સાથે જ ટીએમસીએ પણ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આજે પૂર્વ મંત્રીને કોલકાતાની કેન્દ્ર સરકાર સંચાલિત હોસ્પિટલમાં તપાસ માટે લાવવામાં આવ્યા હતા.

પાર્થ ચેટર્જીએ શું કહ્યું?

તેમની સામે કોઈ ષડયંત્ર રચી રહ્યું છે કે કેમ તે પ્રશ્ન પર પૂર્વ મંત્રીએ કહ્યું કે સમય આવશે ત્યારે બધું જ ખબર પડશે. તેણે અર્પિતા મુખર્જીના ઘરેથી મળેલી રોકડ વિશે કહ્યું કે, “આ મારા રૂપિયા નથી.” સૂત્રોના જણાવ્યા અનુસાર, અર્પિતા મુખર્જીએ EDને કહ્યું છે કે આ રૂપિયા ટ્રાન્સફર માટે અને કોલેજોને માન્યતા અપાવવામાં મદદ કરવા માટે લાંચ તરીકે લેવામાં આવ્યા હતા. જ્યારે આ કથિત કૌભાંડ થયું ત્યારે પાર્થ ચેટર્જી રાજ્યના શિક્ષણ મંત્રી હતા.

ભાજપનો આરોપ, TMCની કાર્યવાહી

આ મામલાને લઈને ભાજપે આરોપ લગાવ્યો છે કે બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પણ કથિત ગેરરીતિઓમાં સામેલ હતા. TMC પક્ષ જે શરૂઆતમાં પાર્થ ચેટર્જીના બચાવમાં બહાર આવ્યો હતો અને કેન્દ્ર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો, તેણે પાછળથી પોતાનું વલણ બદલી નાખ્યું અને ચેટર્જીને મંત્રી પદ પરથી હટાવી દીધા.

Back to top button