ટ્રેન્ડિંગનેશનલ

એવું તે શું થયું કે ચોરોએ પોતે જ બોલાવી લીધી પોલીસ? કહ્યું: સર, અમને બચાવી લો!

  • સર, મહેરબાની કરીને અમને બચાવો નહીંતર અમે મરી જઈશું: ચોરે પોલીસને ફોન કર્યો 

બરેલી, 03 સપ્ટેમ્બર: ઉત્તર પ્રદેશના બરેલીમાં ગઈકાલે ગામલોકોએ શેરડીના ખેતરમાં ત્રણ ચોરને ઘેરી લીધા અને તેમને ખૂબ માર્યા હતા. આ દરમિયાન એક ચોરે 112 પર ડાયલ કરીને પોલીસને ફોન કર્યો હતો અને ચોરે કહ્યું કે, સાહેબ, અમને બચાવી લો, નહીંતર આ લોકો અમને મારી નાખશે.” પોલીસે કોઈક રીતે ચોરોને ભીડમાંથી બચાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. હાલ ભમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હકીકતમાં ગૌસગંજમાં ચોરી કરવા આવેલા ચોરોને ગ્રામજનોએ ઘેરી લીધા હતા. મળતી માહિતી મુજબ, જ્યારે ચોરોનો જીવ જોખમમાં મુકાયો ત્યારે એક ચોરે ડાયલ 112 પર ફોન કરીને મદદ માટે વિનંતી કરી હતી. માહિતી મળતા જ PRV કોન્સ્ટેબલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં સુધીમાં ગ્રામજનોએ ચોરોને જોરદાર માર માર્યો હતો.

જૂઓ વીડિયો

 

પોલીસે ગામલોકોના ટોળામાંથી ચોરોને છોડાવ્યા 

માહિતી મુજબ, આ સમગ્ર ઘટનામાં ગામલોકોની ભીડ જોઈને કોન્સ્ટેબલોએ અલીગંજ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ ફોર્સ આવી અને કોઈક રીતે ગામલોકોના ટોળામાંથી ચોરોને છોડાવ્યા. આ દરમિયાન એક પોલીસકર્મીને પણ માર મારવામાં આવ્યો હતો. ત્રણેય ચોર અન્ય જિલ્લાના હોવાનું કહેવાય છે. ભમોરા પોલીસે ત્રણેય ચોરને પકડી પાડી પૂછપરછ હાથ ધરી છે.

આ વિસ્તારના અનેક ઘરોમાંથી અડધો ડઝનથી વધુ ભેંસોની ચોરી થઈ હતી. ભમોરા વિસ્તારના ગૌસગંજ ગામમાં ગઈકાલે રાત્રે રામસેવક પાલની ભેંસોની ચોરી થઈ હતી. ગામના રામ સેવક જાગ્યા ત્યારે ભેંસને ન જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તરત જ ગ્રામજનોને જગાડ્યા અને લાકડીઓ વડે શોધખોળ શરૂ કરી.

પોતે ચોરોએ પોલીસને બોલાવી!

દરમિયાન શેરડીના ખેતરમાંથી કેટલાક અવાજો આવતા હતા, જેના પગલે ગ્રામજનોએ ખેતરને ઘેરી લીધું હતું. પોતાને ઘેરાયેલા જોઈને ચોરોએ ડાયલ 112 પર ફોન કરીને પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતા જ ભમોરા પોલીસની સાથે અલીગંજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સુધીમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ બે ચોરને પકડીને માર માર્યો હતો.

બાદમાં ભામોરા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને ચોરને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, થોડા સમય બાદ વધુ એક ચોર ઝડપાઈ ગયો હતો. ખેતરમાંથી બે ભેંસો મળી આવી છે, જે ચોરીની હોવાનું કહેવાય છે. તે જ સમયે, પોલીસકર્મીઓ પણ કાંટાળા તારમાં ફસાઈને ઘાયલ થયા હતા. ભમોરા પોલીસ મોડા આવવા બદલ ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ પણ જૂઓ: પાયલોટ પ્લેનની બારીમાંથી ડોકાચિયું કાઢી કાચ સાફ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

Back to top button