ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ના સમર્થનમાં આવ્યા મનોજ મુન્તાશીર, કહ્યું: છોડો આ મહાનતાનો ઢોંગ

  • ‘ઇમરજન્સી’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી, જેને લઈને થયેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી

HD ન્યૂઝ ડેસ્ક, 3 સપ્ટેમ્બર: કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મને લઈને થયેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ દરમિયાન કંગનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કવિ અને લેખક મનોજ મુન્તાશીરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મનોજ મુન્તાશીરે ફિલ્મને સર્ટિફિકેટ ન મળવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ફિલ્મના જે-જે ભાગ પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવવામાં આવ્યો છે, તેના પર મનોજ મુન્તાશીરે પ્રશ્નો ઉઠાવ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે પણ વાત કરી. તેમણે વાંધો ઉઠાવનારાઓને વિનંતી કરી કે, “જો તેમને કોઈ સમસ્યા હોય તો તેઓ કંગનાને કોર્ટમાં લઈ જાય, કાયદો નક્કી કરશે.” વીડિયો શેર કરતી વખતે, કંગના રનૌતે તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘ઇમરજન્સી vs અભિવ્યક્તિની સ્વતંત્રતા’.

 

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

મહાનતાનો આ ઢોંગ છોડી દો: મનોજ મુન્તાશીર

મનોજ મુન્તાશીરે કહ્યું કે, “ઇમરજન્સી 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં, કારણ કે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. તે સારી વાત છે, પરંતુ આ સર્ટિફિકેટની રમત અડધા દિલથી કેમ રમાઈ રહી છે, તે સંપૂર્ણ રીતે રમવી જોઈએ. સાથે-સાથે વધુ એક પ્રમાણપત્ર આપણા હાથમાં તે છીનવી લેવું જોઈએ કે, આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરનારા લોકો છીએ. આ મહાનતાનો ઢોંગ છોડો, આપણે એક ફિલ્મ પણ સહન કરી શકતા નથી, ચાલો અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરીએ.”

“ઓકે, ઈમરજન્સીમાં શું પ્રોબ્લેમ છે?”

મનોજ મુન્તાશીરે વધુમાં કહ્યું કે, “ઓકે, ઈમરજન્સીમાં શું સમસ્યા છે, સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીની ઘાતકી હત્યા બતાવવામાં આવી છે. તો શું ઈન્દિરા ગાંધીનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું હતું અને હત્યા થઈ નથી? તેમની સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને શીખ બતાવવામાં આવ્યા છે, તો શું સતવંત સિંહ અને બેઅંત સિંહ શીખ નહોતા. પછી સમસ્યા એ છે કે જરનૈલ સિંહ ભિંડરાવાલેને બતાવવામાં આવ્યા છે તો શું તે હજારો નિર્દોષોની ક્રૂર હત્યા કરનારા આતંકવાદી ન હતા?

“લોકોએ પહેલા ફિલ્મ જોવી જોઈએ”

મનોજ મુન્તાશીરે ‘ઇમરજન્સી’ શીખ વિરોધી હોવાના તમામ આરોપોને ફગાવી દીધા અને શીખોના સેંકડો વર્ષોના ગૌરવશાળી ઇતિહાસની વાત કરી. તેમણે કહ્યું કે, લોકોએ પહેલા આ ફિલ્મ જોવી જોઈએ, પછી પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ અને જો તેમને કંઈ વાંધાજનક જણાય તો તેમણે કોર્ટમાં જવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, મનોજ મુન્તાશીરે ફિલ્મ ‘ઇમરજન્સી’ના ગીતો લખ્યા છે.

આ પણ જૂઓ: ‘IC 814’ વેબ સિરીઝ પર વિવાદ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflix કન્ટેન્ટ હેડને પાઠવ્યું સમન્સ

Back to top button