અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન, જુનિયર ડોક્ટરો માટે આજે હાજર નહીં થનારા સામે શિક્ષાત્મક પગલાનું અલ્ટીમેટમ
- આજે સવારે નવ વાગ્યે ફરજ ઉપર હાજર રહેવા સૂચના
- ઈમરજન્સીમાં તકલીફ પડી નથી તેમ હોસ્પિટલ તંત્રનો દાવો
- ઓપીડીમાં સારવાર માટે કલાકો સુધી દર્દીઓની રઝળપાટ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન, જુનિયર ડોક્ટરો માટે આજે હાજર નહીં થનારા સામે શિક્ષાત્મક પગલાનું અલ્ટીમેટમ છે. જેમાં ગઇકાલે 50 ટકા સર્જરી કેન્સલ થતા હડતાળિયાને આજે હાજર થવા ફરમાન છે. આજે સવારે નવ વાગ્યે હાજર નહીં થનારા સામે શિક્ષાત્મક પગલાનું અલ્ટીમેટમ છે. ઓપીડીમાં સારવાર માટે કલાકો સુધી દર્દીઓની રઝળપાટ થઇ છે. તેમાં માંડ 26 ઓપરેશન થયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો કયા છે રેડ એલર્ટ
ઈમરજન્સીમાં તકલીફ પડી નથી તેમ હોસ્પિટલ તંત્રનો દાવો
3,857 દર્દી ઓપીડીમાં નોંધાયા છે તથા 139ને દાખલ કરાયા છે તથા ઈમરજન્સીમાં તકલીફ પડી નથી તેમ હોસ્પિટલ તંત્રનો દાવો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન, જુનિયર ડોક્ટરોની હડતાળને કારણે સોમવારે દર્દીઓને કણસવાનો વારો આવ્યો હતો, સરકારે તબીબી વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં 20 ટકા જેટલો વધારો કર્યો છે, જોકે 20 નહિ પરંતુ 40 ટકા વધારો કરવાની માગ સાથે 1,100 જેટલા ડોક્ટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના કારણે સોમવારે સવારે 9થી સાંજના પાંચ વાગ્યા સુધીના અરસામાં આયોજનવાળી માંડ 26 સર્જરી થઈ શકી હતી એટલે કે 50 ટકા સર્જરી પર કાપ મુકાયો છે. હડતાળ છતાં ઓપીડીમાં 3,857 દર્દીઓ નોંધાયા હતા, જેના કારણે દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો.
આજે સવારે નવ વાગ્યે ફરજ ઉપર હાજર રહેવા સૂચના
બીજી તરફ સરકારની સૂચના બાદ બી.જે. મેડિકલ કોલેજના તબીબી અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનના નિયામક તેમજ કોલેજના ડીને હડતાળિયા ડોક્ટરોને મંગળવારે સવારે નવ વાગ્યે ફરજ ઉપર હાજર રહેવા સૂચના આપી છે, જો તબીબો હાજર નહિ થાય તો શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ દાવો કર્યો છે કે, હડતાળ દરમિયાન ઈમરજન્સી સેવાઓને કોઈ અસર થઈ નથી, પ્લાન્ડ સર્જરી પર અસર થઈ છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 110થી વધુ તબીબોને કામે લગાડાયા છે, જે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છે, 110થી વધુ તબીબોની વ્યવસ્થા કરાઈ તેમાં 50 જેટલા મેડિકલ ઓફિસરને આસપાસના કેન્દ્રોમાંથી બોલાવાયા છે, સિવિલમાં જ નોન ક્લિનિકલ સહિતની કામગીરી કરનારા તબીબોને જવાબદારી સોંપાઈ છે અને રજાઓ રદ્ કરાઈ છે. જરૂર પડશે તો વધારાના તબીબો બહારથી બોલાવવાની દરખાસ્ત આરોગ્ય વિભાગ સમક્ષ કરાશે.